Today Gujarati News (Desk)
કેટલાક લોકોને હંમેશા શરદી-તાવની ફરિયાદ રહે છે. જો કે તેમાંથી મોટાભાગના કેસો સાઈનોસાઈટિસ એટલે કે સાયનસના હોય છે. સાયનસ એ ખૂબ જ કોમન સમસ્યા છે. જો તેની યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો તેનાથી છૂટકારો મેળવી શકાય છે. તો ચાલો અમે તમને સાઈનસ અને તેના લક્ષણો વિશે જણાવીએ.
શું છે સાયનસ
આપણા સ્કેલ્પમાં ઘણા બધાં પોલાણ હોય છે. તે આપણા માથાને હળવું રાખવામાં અને શ્વાસ લેવામાં મદદ કરે છે. આ છિદ્રોને સાઈનસ કહેવામાં આવે છે. જો આ છિદ્રોમાં લાળ ભરાઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સમસ્યાને સાઈનોસાઈટિસ કહેવામાં આવે છે.
સામાન્ય શરદીથી કેવી રીતે અલગ છે સાઈનસ
બદલાતી ઋતુમાં સામાનય લોકોને શરદી-તાવની સમસ્યા થતી રહે છે. સિઝનલ ફ્લૂ હોય તો દવાઓ અને કેટલાક પ્રિસ્ક્રિપ્શનની મદદથી તેને ઠીક કરી શકાય છે. પરંતુ દવાઓ અને તમામ પ્રકારના ઘરગથ્થુ ઉપચારો અપનાવવા છતાં પણ જો શરદી-તાવ મટે નહીં તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કારણ કે તે સાઈનલ હોઈ શકે છે.
શું છે સાઈનસના લક્ષણો
– વહેંતુ નાક
– બંધ નાક
– ચહેરા પર દુખાવો અને દબાણ
– માથાનો દુખાવો
– ગળું ખરાબ થવું
– ખાંસી
– મોંમાથી દુર્ગંધ
ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો
જો તમને ગંભીર માથાનો દુખાવો અથવા ચહેરાનો દુખાવો થઈ રહ્યો હોય અને લક્ષણો સુધર્યા બાદ વધુ ખરાબ થાય, તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો આ લક્ષણો 10 દિવસથી વધુ દિવસ સુધી રહે તો તરત જ ડોક્ટરની સલાહ લો.