Today Gujarati News (Desk)
નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે લોકસભામાં તેમનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચવાનું શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પહેલું બજેટ છે. કોવિડમાં 2 લાખ કરોડનું મફત અનાજ આપ્યું હજી આપવાનું ચાલુ છે. ભારતનું અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વિશ્વમાં દસમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચ્યું છે.
નાણામંત્રીએ કહ્યું કે, સરકારી યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચી રહ્યો છે. મફત અન્ન યોજના હજી એક વર્ષ સુધી ચાલુ રહેશે. પછાત વર્ગના લોકો માટે વિવિધ સહાયની જાહેરાત. ભારતમાં પર્યટન વિશાળ છે અને આ ક્ષેત્રમાં યુવાનોને વધારેમાં વધારે રોજગાર મળે તેવો પ્રયાસ કરાશે.
2022માં 1.24 કરોડના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા
કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે.
પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
2014થી સ્થપાયેલી હાલની 157 મેડિકલ કોલેજો સાથે સહસ્થાનમાં 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે
માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
આ બજેટ આવતા વર્ષની બ્લૂ પ્રિન્ટ છે
હવે ભૂગર્ભમાં નહીં ઉતરે સફાઈ કર્મચારીઓ. 2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું સરકારનું અભિયાન છે.
6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના શરૂ થશે
કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
રેલવે માટે 2.4 લાખ કરોડનો ખર્ચ થશે
પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ
કારીગરો માટે પીએમ વિશ્વ કર્મ કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આમાં એમએસએમઈનો પણ સમાવેશ થશે જેઓ તેમના ઉત્પાદનોની ગુણવત્તા અને પહોંચને સુધારવા માટે આ પેકેજની મદદ લઈ શકશે.
આડી કાર્ડ તરીકે PAN કાર્ડ માન્ય ગણાશે
ડિજિલોકરમાં આધાર કાર્ડ માન્ય રહેશે
દેશમાં 50 નવા એરપોર્ટ બનશે
નિષ્ફળ થઈ ગયેલા લઘુ ઉદ્યોગો માટે રિફન્ડ સ્કીમ લાવવામાં આવશે
ઈ-કોર્ટનો ત્રીજો ફેઝ શરૂ થશે અને તેના માટે 7 હજાર કરોડનું રોકાણ કરાશે
5G માટે દેશમાં 100 લેબોરેટરી શરૂ કરાશે
ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રા માટે 75 હજાર કરોડ ખર્ચાશે
આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ માટે 3 નવા સેન્ટર બનશે
MSME માટે પણ નવી યોજનાઓ લાગૂ કરાશે
વ્યવસાય શરૂ કરવા માટે પાન કાર્ડ મુખ્ય આધાર રહેશે