Today Gujarati News (Desk)
કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે તે રામ સેતુને રાષ્ટ્રીય વિરાસત સ્મારક ઘોષિત કરવાની પ્રક્રિયામાં છે અને તેના પર વિચાર કરી રહ્યાં છે. ભાજપા નેતા સુબ્રમણ્યમ સ્વામીની યાચિકા પર સુનાવણી કરતાં કોર્ટે યાચિકાકર્તાને નિર્દેશ આપ્યા છે, જેમાં તે જોડાયેલા અતિરિક્ત સબૂત મંત્રાલયને આપી શકે છે.
રામ સેતૂ, તમિલનાડુનાં દક્ષિણ- પૂર્વ તટ પર પાબન દ્વિપ અને શ્રીલંકાનાં ઉત્તર પશ્ચિમી તટથી દૂર મન્નાર દ્વિપ વચ્ચે ચૂનાનાં પથ્થરોની એક લાઇન છે. તેને આદમનો પુલ પણ કહેવામાં આવે છે.
ભાજપા નેતા સ્વામીએ કહ્યું કે તેઓ કેસનો પહેલો પડાવ જીતી ચુક્યા છે. જેના આધારે કેન્દ્ર સરકારે રામસેતુનાં અસ્તિતિવનો સ્વિકાર કર્યોં હતો. આ પહેલા કેન્દ્રિય મંત્રીએ આ વિષય પર ચર્ચા કરવા 2017માં બેઠક બોલાવી હતી, પણ પરિણામ કઇ આવ્યું નહોતુ. 2007માં રામસેતુ પરિયોજનાનું કામ રોકી દેવામાં આવ્યું હતું. ત્યારે કેન્દ્રએ કહ્યું હતું કે પરિયોજનાનું સામાજિક- આર્થિક-નુક્સાન પર વિચાર કર્યો અને રામસેતુને ક્ષતિ પહોંચાડ્યાં સિવાય પોત માર્ગ પરિયોજનાનો બીજો રસ્તો શોધવો જોઇએ.