સુરતના અલથાણ વિસ્તારમાં આવેલી ખાડીમાં ગઈકાલે રાતે એક યુવક એકાએક જ ખાડીમાં કૂદી ગયો હતો. આ યુવકને આસપાસમાંથી પસાર થતાં રાહદારીઓ રોકે તે પહેલાં જ તેણે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આ અંગે ફાયર વિભાગને જાણ થતાંની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુવકને ખાડીમાંથી બહાર કાઢ્યો હતો.
આસપાસના રાહદારીઓએ પણ બૂમાબૂમ કરી
સોમવારની રાત્રે એક યુવક ખાડી પાસેથી પસાર થતો હતો. આ દરમિયાન મુકેશે અચાનક જ ખાડીમાં ઝંપલાવી દેતા આસપાસના રાહદારીઓએ પણ બૂમાબૂમ કરી નાખી હતી. ત્યાર બાદ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી શોધખોળ કરતા યુવક નીચે ખાડીના બીમ સાથે લટકેલો હોવાનું જણાઈ આવ્યું હતું. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક અસરથી યુવાનને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
ઘરકંકાસમાં પગલું ભર્યું હોવાની શક્યતા
ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું કે, ભટાર વિસ્તારમાં રહેતા યુવકે ખાડીમાં ઝંપલાવ્યું હતું. આ અંગે કોલ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર પહોંચતા યુવક નીચે બીમ પાસે જ હોવાનું જણાયું હતું. તાત્કાલિક અસરથી ફાયર જવાનોએ નીચે ઊતરીને તેને હેમખેમ બહાર કાઢી લેવાયો હતો. આ યુવકે ઘરકંકાસમાં જીવન ટૂંકાવવા આ પગલું ભર્યું હોઇ શકે છે.
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |