टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)
સુરતના રિવરફ્રન્ટની બાજુમાં યોજાયેલા પતંગ મહોત્સવમાં પવન વિનલ બની ગયો હતો. પતંગ મહોત્સવના ઉદ્ઘાટન ના થોડા કલાકો સુધી પવન નહીં રહેતા મોટા પતંગ લાવેલા વિદેશી પતંગબાજોએ મોટા પતંગ કાઢ્યા જ ન હતા. પવનના કારણે પતંગ નહી ચગી શકતા , વિદેશી પતંગબાજોએ દેશી સંગીત પર ડાન્સ કર્યો હતો તેઓ મેયર અને કોર્પોરેટરો સાથે ગરબે ઘુમતા જોવા મળ્યા હતા.કોરોના બાદ પહેલીવાર સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. પતંગ મહોત્સવ ખુલ્લો મુકવામાં આવે તે પહેલા જ સુરતીઓ મેદાન પર પહોંચી ગયા હતા. તંત્ર દ્વારા પતંગ મહોત્સવ માટે સારી તૈયારી કરવામાં આવી હતી પરંતુ પતંગ મહોત્સવ ખુલ્લો મુકાયો ત્યારે પવન ઘણો જ ઓછો જોવા મળ્યો હતો. સુરતના અડાજણ રિવર ફ્રન્ટ નજીકના મેદાનાં આજે 19 દેશના 42 પતંગ બાજો આવ્યા હતા મોટા ભાગના પતંગબાજો જાત જાતના પતંગ લઈ આવ્યા હતા. પરંતુ પવન ન હોવાના કારણે તેઓએ મોટા પતંગ બહાર કાઢ્યા જ ન હતા. કેટલાક પતંગબાજો મોટા પતંગ લઈ ચગાવવનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પતંગ ચગી શક્યા ન હતા,.
પતંગ મહોત્સવ સાથે સાથે ગુજરાતી હિન્દી સંગીત શરુ થયું હતું પતંગ નહી ચગતા વિદેશી પતંગબાજો દેશી મ્યુઝિક પર તાલ મેળવીને ડાન્સ કરવા લાગ્યા હતા. થોડી વારમાં મેયર અને કેટલાક કોર્પોરેટરો પહોંચતા તેઓ ગરબા પણ રમ્યા હતા.