Today Gujarati News (Desk)
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પક્ષઘાતની તકલીફ સાથે ટ્રોમા સેન્ટરમાં સારવાર લેવા આવેલા દર્દીને ડોક્ટર દ્વારા સારવાર નહીં થાય તેવું જણાવીને દર્દીની સારવાર અટકાવી દેવામાં આવી હતી. જોકે વિવાદ રેસિડેન્ટ ડોક્ટરોના કારણે ચાલતો હોવાને લઈને દર્દીઓ પીસાઈ રહ્યા છે. દર્દીની હાલત ક્રિટીકલ છે છતાં તેની સારવાર ન્યુરો ફિઝિશિયન પરેશ ઝાંઝમેરા નામના ડોક્ટરે અટકાવી હોવાને લઈને ડોક્ટરોની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.
સુરતની સિવિલ હોસ્પિટલ સતત વિવાદોના વંટોળ વચ્ચે ફસાતી રહે છે. બે દિવસ પહેલા જ મેડિસિન વિભાગના રેસીડન્ટ તબીબોની ઓન ડ્યુટી મહિલા સીએમઓ સાથેના ઉદ્ધતાઈપૂર્વકનાં વર્તનના કારણે ફરી વિવાદમાં આવી છે. ત્યારે ફરીએકવાર આજે નયુરો સર્જનએ ઓન ડ્યુટી સી.એમ.ઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું અને સિરિયસ દર્દીને દાખલ કરવાની જગ્યાએ રેડો મૂકીને ડોક્ટર મંડલના મોં પર કેસ પેપર ફેકીને ચાલ્યા ગયા હતા. આજે સવારે 10 વાગ્યે રમણ વસાવા નામનું પેશન્ટ પક્ષઘાતની તકલીફથી સારવાર લેવા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં આવ્યું હતું. ત્યારે સીએમઓ દ્વારા આ દર્દીને મેડિસિન વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. પરંતુ ન્યુરો ફિઝિશિયન ડોક્ટર પરેશ ઝાંઝમેરા દ્વારા દર્દીની સારવાર નહીં કરવામાં આવે તેવું કહીને દર્દીની સારવાર અટકાવી દીધી હતી અને ત્યારબાદ સીએમઓ સાથે પણ ગેર વ્યવહાર કર્યો હતો.રમણ વસાવા નામનું જે દર્દી છે તે ક્રિટીકલ અવસ્થામાં હોવા છતાં પણ એક કલાક સુધી આ દર્દીની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવતી નથી. જેનું મુખ્ય કારણ સિવિલ હોસ્પિટલના CMO અને રેસીડેન્ટ ડોક્ટરો વચ્ચે જે આંતરિક લડાઈ ચાલી રહી છે. ડોક્ટરોની આ આંતરિક લડાઈમાં દર્દીઓને સારવાર વગર જ કલાકો સુધી હોસ્પિટલમાં બેસી રહેવું પડે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ચાલતી આ લડાઈનો અંત ક્યારે આવશે અને ક્યારે દર્દીઓને સારવાર સરખી રીતે મળશે તે જોવાનું રહ્યું.