Today Gujarati News (Desk)
સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી સત્યનારાયણ સોસાયટી પાસે આવેલી નાલંદા સ્કૂલની સામે જાહેરમાં મારામારી તેમજ ચપ્પુ લઈને ફરતી યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોના આધારે કાપોદ્રા પોલીસે ફરિયાદી બની લેડી ડોન બનવાના સપના જોતી યુવતી ભાવલી ઉર્ફે ભાવિષા તેમજ તેના સાગરીત રામુને ઝડપી પાડયા હતા.
સુરતમાં અવારનવાર અસામાજીક તત્વોનો આતંક જોવા મળે છે. હથિયાર બતાવી લોકો સામે રોફ જમાવતા હોવાનું સામે આવે છે. આવી ઘટનામાં લોકો પાસેથી રૂપિયા પણ પડાવી લેતા હોવાની ઘટના બને છે. આવી જ એક ઘટના બે દિવસ પહેલા સુરતમાં બની હતી. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં આવતી નાલંદા સ્કૂલ પાસે જાહેર રોડ પર મારામારી થઈ હતી સાથે જ એક યુવતી હાથમાં ચપ્પુ લઈ ફરતી દેખાઈ હોવાના સીસીટીવી સામે આવ્યા હતા. તેવામાં કાપોદ્રા પોલીસ મથકના ધ્યાને આ વીડિયો આવતા કાપોદ્રા પોલીસ જાતે ફરિયાદી બની કાપોદ્રા પોલીસ મથકની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. અને સીસીટીવીમાં દેખાતી યુવતું ભાવલી ઉર્ફે ભાવના વાળા તેમજ અને તેનો એક સાગરીત રાહુલ ઉર્ફે રામુ બાડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.