Today Gujarati News (Desk)
પાલિકાના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે 824 કરોડ ની માતબર જોગવાઈ કરવામાં આવી છે સુરત મનપામા ડ્રાફટ બજેટમા નવા વિસ્તારોમાં પ્રાથમિક સહીતના કામો માટે ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવા વિસ્તારની કાયાપલટ કરવાનો નિર્ધાર મનપા દ્રારા કરવામાં આવ્યો છે. હદવિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને ૨૭ ગામોનો સમાવેશ થયો હતો. શહેરની જેમ નવા વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, લાઈટ સહીતના પ્રાથમિક સુવિધાના કામો માટે રૂપિયા ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
લોકોને સારી સારવાર મળે તે માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ કામગીરી કરવામાં આવે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ની જેમ સ્મીમેર હોસ્પિટલમાં નવું બિલ્ડીંગ બનાવી સારવારની સુવિધા ઉભી કરવામાં આવશે. આ ઉપરાંત સ્મીમેર કોલેજ નું એક્સપાન્શન 210 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત આ બજેટમાં લોકોને રાહત દરે વિવિધ યોજનામાં આવાસ મળે તે માટેની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નવા વર્ષે સુરત મહાનગર પાલિકા 7911 આવાસો બનાવશે તે માટે જોગવાઈ કરવામાં આવી છે.
વર્ષે સુરતમાં ૬૦ હજાર પશુ ને આર એફ આઈ ની ટેગ કરવામાં આવશે ગુજરાતમાં પહેલો શહેર સુરત બનશે જે ત્રિપલ આઈ થી ઢોરનું ટ્રેકિંગ કરશે.
વર્ષે સુરતના લોકોના આરોગ્ય નો ખ્યાલ રાખીને 550 કરોડના ખર્ચ માં 50 બેડ ની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું છે.