Today Gujarati News (Desk)
છેલ્લા કેટલાક સમયથી સતત દેશ- વિદેશમાં ભૂકંપના સમાચાર આવી રહ્યા છે. ત્યાર બાદ હવે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. કચ્છમાં તો વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે, તો આ બાજુ આજે ગીર તલાલામાં ભૂકંપથી ધરા ધ્રૂજી હોવાના અહેવાલો પાપ્ત થઈ રહ્યા છે. ગઈકાલ સુરતના દુધઈમાં ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધવામાં આવી હતી. તો આ પહેલા સુરતમાં ગઈકાલે મોડી રાત્રે 3.8ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયથી થથરી રહ્યા હતા. તો આજે રાત્રે ફરી ગીર સોમનાથ અને તલાલામાં ફરી ભૂકંપના આંચકો નોંધાયો છે. અને આ 2.3 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
મોડી રાત્રે 2.45 વાગ્યે તલાલામાં ભૂકંપના આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ગીર સોમનાથમાં આવેલ આ ભૂકંપના આંચકો 2.3 ની તીવ્રતાનો નોંધાયો છે. અને તલાલાનાં ભૂકંપનું કેન્દ્રબિંદુ તલાલાના ગામ્ય વિસ્તારથી દુર હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ સુરત અને ત્યાર બાદ દુધઈમાં ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. એ પછી ફરી આજે ગીર સોમનાથ, તલાલામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
બે દિવસ પહેલા સુરતમાં આવ્યો હતો ભૂકંપ
સુરતમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનો ઘરની બહાર તરફ દોડી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે ગઈકાલે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કીમી દુર નોંધાયુ હતું. સુરતમાં ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનો તેમના ઘરની બહાર દોડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાનના સમાચાર નથી.