Today Gujarati News (Desk)
સેશન્સ કોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારાને દોષિત જાહેર કર્યા છે. જ્યારે અન્ય 6 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં આસારામ સહિત કુલ 7 લોકો સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2001માં ઘટના બની હતી અને વર્ષ 2013માં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આવતીકાલે સજા આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, હાલમાં આસારામ જોધપુર જેલમાં સજા કાપી રહ્યો છે. ત્યારે કોર્ટે 6 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડ્યા છે. આવતીકાલે સવારે 11 વાગે આસારામને સજાનું એલાન કરવામાં આવશે.
શું છે મામલો?
સુરતની બે બહેનોએ આશારામ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. આસારામ સહિત તેના પુત્ર નારાયણ સાંઈ પર પણ દુષ્કર્મનો આક્ષેપ કરપ્યો હતો. ત્યારે બંને બહેનોએ પિતા-પુત્ર સામે અલગ-અલગ ફરિયાદ નોંધી હતી. મોટી બહેનનો કેસ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 6 ઓક્ટોબર, 2013ના દિવસે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે આ ઘટના વર્ષ 2001માં બની હતી. સરકાર વતી 55 સાક્ષીઓ ચકાસવામાં આવ્યા હતા. તમામ સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કુલ 8 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમાંથી એકને સાક્ષી બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.