Today Gujarati News (Desk)
નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં સોના-ચાંદીમાં નજીવા ઘટાડા બાદ આજે ફરીથી તેજી પાછી ફરી છે. ચાંદીના ભાવ પણ સતત આગળ ધકેલાતા જઈ રહ્યા છે, જ્યારે સોનામાં પણ આજે નવી રેકોર્ડ કિંમત જોવા મળી છે. આજે સવારે 11.00 વાગ્યે સોનું 0.22 ટકાના વધારા સાથે 61,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.40 ટકા વધીને 74,914 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે.વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે બજેટ પછી સોનાએ ફરી એકવાર નવી રેકોર્ડ સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ કિંમત 61,090 રુપિયાના સ્તરે (Gold record price) બનાવી છેસોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)
આજે સવારે 11.00 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.22 ટકાના વધારા સાથે 61,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.40 ટકા વધીને 74,914 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.