Today Gujarati News (Desk)
એર પોલ્યુશન કેટલુ જોખમી છે એ વાતથી આપણે સૌ વાકેફ છીએ. આ વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. આ જ કારણે દર વર્ષે લગભગ 70 લાખ લોકોના મોત થઈ જાય છે જેમાં 6 લાખ બાળકો પણ સામેલ થાય છે. આ રિપોર્ટ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો છે અને હવે એર પોલ્યુશન સાથે જોડાયેલુ વધુ એક જોખમ સામે આવ્યુ છે.
તાજેતરમાં જ થયેલા એક સ્ટડીમાં સામે આવ્યુ છે કે હવામાં ફેલાયેલુ પ્રદૂષણ કોવિડ વેક્સિનના પ્રભાવને ઓછુ કરી રહ્યુ છે. સ્ટડી અનુસાર કોવિડ શરૂ થયા પહેલા જે લોકો એર પોલ્યુશનના ઉચ્ચ સ્તરના સંપર્કમાં આવ્યા હતા, તેમાં કોવિડ વેક્સિનથી બનતી એન્ટીબોડીમાં ઘટાડો હતો. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ કે પીએમ 2.5 નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને બ્લેક કાર્બન જેવા પ્રદૂષક તત્વ ઈન્ફેક્શન પહેલા લોકોમાં IgM અને IgG એન્ટીબોડી રિસ્પોન્સને 10 ટકા સુધી ઓછો કરવા સાથે જોડાયેલા મળ્યા.
વેક્સિનેશન બાદ પણ એન્ટિબોડી ઓછી બની
સંશોધનકર્તાની ટીમે 40થી 65 વર્ષના 927 લોકો પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કર્યુ. આ લોકોનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યુ. આ બ્લડ સેમ્પલ 2020માં ગરમીના દિવસોથી લઈને 2021ના વસંતના દિવસો સુધી લેવામાં આવ્યા હતા. આ તમામ લોકોમાં અમુક લોકોએ વેક્સિનનો એક ડોઝ તો અમુક લોકોએ બંને ડોઝ લીધેલા હતા. આ લોકો સ્પેનના રહેવાસી હતા, જેમણે એસ્ટરજૈનેકા, ફાઈઝર અને મૉડર્ના વેક્સિનના ડોઝ લીધેલા હતા.
મુંબઈની એક હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યુ કે વાયુ પ્રદૂષણ ક્રોનિક સોજાને પ્રેરિત કરી શકે છે, જે વેક્સિનની પ્રભાવકારિતા પર નકારાત્મક પ્રભાવ સાથે જોડાયેલા છે. મહામારી પહેલા વાયુ પ્રદૂષણના ઉચ્ચ સ્તરના સંપર્કમાં આવતા લોકોમાં કોવિડ-19ની વેક્સિન પ્રત્યે એન્ટિબોડી પ્રતિક્રિયા ઓછી થવાની સંભાવના છે. તેમણે કહ્યુ કે વાયુ પ્રદૂષણ ટી હેલ્પર લિમ્ફોસાઈટ્સ ટાઈપ 2 અને ટી હેલ્પર લિમ્ફોસાઈટ્સ ટાઈપ 17 જેવા ઈમ્યૂન રિસ્પોન્સના કારણોને પ્રોત્સાહન આપે છે. જેમ કે એલર્જી અને અસ્થમામાં જોવા મળે છે. એટલુ જ નહીં આ બંને કારક એન્ટીવાયરલ ઈમ્યૂન રિસ્પોન્સને પણ બગાડવાનું કામ કરે છે.