Today Gujarati News (Desk)
પ્રાંતિજ નનનપુર ગામમાં જમીનમાંથી ધુમાડા નીકળ્યાને 18 કલાક બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું તો પાણીના ટેન્કરો વડે છટકાવ કર્યો હતો અને ધુમાડા બંધ થયા બાદ જેસીબી વડે ખોદકામ કર્યું હતું જેને લઈને તંત્ર અને પંચાયતે આગળની કામગીરી હાથ ધરી છે. સમગ્ર જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનનપુર ગામે જમીનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી જો કે મહિલા ખુલી જગ્યા ઉપર લાકડા વીણવા ગઈ હતી તે દરમિયાન જમીનમાં પગ ધસી પડતા પગ દાજયો હતો બાદમાં જમીનમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ હતી જોકે ધુમાડો વધુ પ્રસરતા ગામના સાનિકો ના ટોળેટોળા એકઠા થયા હતા.સ્થાનિકોએ પ્રાંતિજ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ધુમાડો નીકળતી જગ્યાએ પાણીનો છંટકાવ કર્યો હતો જોકે તે દરમિયાન તમારું નીકળવાનું બંધ થયું હતું પરંતુ આજે સવારે તાલુકા વિકાસ અધિકારી ઘટનાસ્થળની મુલાકાતે આવ્યા હતા અને બાદમાં જેસીબીની મદદ વડે જગ્યા ઉપર ખોદકામા કરવામાં આવ્યું હતું જોકે હાલ તો ધુમાડો નીકળવાનું બંધ થતા ખોદકામ કરી જગ્યા પર ખાડા કરી દેવામાં આવ્યા છે.