Today Gujarati News (Desk)
ડીજીટલ યુગમાં બિહારની સરકારી સ્કૂલોમાં પુસ્તકો પણ હવે ડીજીટલ સ્વરુપે આવી ગયા છે. મોટા ભાગના શૈક્ષણિક કાર્યોની સાથે હવે પુસ્તકો પણ ઓનલાઈન કરવામાં આવી ગઈ છે. બિહારની સરકારી સ્કૂલોમાં ધોરણ 1થી 12 સુધીના પુસ્તકો પર ક્યુઆર કોડ લગાડવામાં આવશે. આ કોડને સ્કેન કરી વિદ્યાર્થીઓ પુસ્તકના કોઈપણ ચેપ્ટરને ઓનલાઈન વાંચી શકે છે. SCERT દ્વારા તમામ વિષયોના પુસ્તકોના પહેલા અથવા બીજા પાના પર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે. નવા સત્રમાં આ પુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં આવશે. પુસ્તકોના સાથે સાથે તેની PDF પણ મોબાઈલમાં વાંચી શકાશે.
પુસ્તકો પર છપાયેલા ક્યુઆર કોડને સ્કેન કરવા માટે “દીક્ષા” એપ્લિકેશનને મોબાઇલના પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. આ જ એપ દ્વારા ક્યુઆર કોડ ડાઉનલોડ કરી વાંચી શકાય છે. SCERTના શિક્ષાશાસ્ત્ર અને અભ્યાસક્રમ વિભાગના વડાએ જણાવ્યું કે શિક્ષકોને આ સત્રના પુસ્તકોમાં હાજર પાઠ કેવી રીતે શીખવવો તે પણ બતાવવામાં આવ્યું છે. તમામ પુસ્તકોને ડીજીટલ ફોર્મમાં ઈ-લોટ્સ સાથે જોડવામાં આવી છે. ઈ-લોટ્સ એટલે ઈ-લાઈબ્રેરી ટીચર્સ એન્ડ સ્ટુડેંટસ. ધોરણ 1થી 12 સુધીની તમામ પુસ્તકોને ઈ-લોટ્સ સાથે જોડવામાં આવી છે. પુસ્તકો પર છપાયેલા ક્યુઆર કોડને સ્કેન કરી વિદ્યાર્થીઓ ઈ-લોટ્સ સાથે જોડાઈ શકે છે.
પહેલી એપ્રિલથી બાળકોને પુસ્તકો મળશે
પુસ્તકો છપાઈ ગયા છે અને 1 એપ્રિલથી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પુસ્તકોનું વિતરણ શરૂ કરવામાં આવશે. રાજ્યભરના લગભગ 1.5 કરોડ બાળકોમાં પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. આઠમા ધોરણ સુધીના પુસ્તકોમાં લર્નિંગ આઉટકામ આપવામાં આવ્યું છે. આ સાથે વર્ગમાં જે પણ ચેપ્ટર ભણાવવામાં આવશે, બાળકો તેને કેટલું સમજ્યા છે તે જાણી શકાશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત SCERT દ્વારા પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં ધોરણ એકથી ત્રણ સુધીના પુસ્તકો નવી શિક્ષણ નીતિના આધારે બનાવવામાં આવ્યા છે.