Today Gujarati News (Desk)
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય નિવેદનબાજીનો દોર તેજ થઈ ગયો છે. આ દરમિયાન કર્ણાટકના પૂર્વ સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા એસ.યેદિયુરપ્પએ હિજાબ વિવાદ અને હલાલા અંગે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે હિજાબ અને હલાલા જેવા વિવાદ બિનજરૂરી છે. હિન્દુ અને મુસ્લિમોએ ભાઈચારા સાથે રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા કર્ણાટકમાં હિજાબ અંગે જોરદાર હોબાળો થયો હતો.
પાર્ટીન બળવાથી ફેર પડવાનો નથી
કર્ણાટકમાં ભાજપમાં બળવાનો અંત લાવવા માટે કમાન સંભાળી રહેલા પૂર્વ સીએમ બી.એસ.યેદિયુરપ્પાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું આવા મુદ્દાઓને સમર્થન આપતો જ નથી. મારું શરૂઆતથી જ આ સ્ટેન્ડ છે. આ એવા મુદ્દા હતા જે ક્યારેય જરૂરી હતા જ નહીં. પાર્ટીમાં બળવા અંગે તેમણે કહ્યું કે તેનાથી ભાજપને કોઈ ફેર પડવાનો નથી. અમુક મતવિસ્તારોમાં બળવાખોરોને કારણે થોડોક ફેર પડશે પણ પાર્ટીને તેની કોઇ અસર થવાની નથી.
દીકરાને ઉત્તરાધિકારી બનાવવાની ઈચ્છા હતી
ચર્ચા દ્વારા આમંત્રણ આપવા છતાં કાર્યક્રમમાં સામેલ ન થવા અંગે યેદિયુરપ્પાએ કહ્યું કે હું ખ્રિસ્તી અને મુસ્લિમોના કાર્યક્રમોમાં જતો હતો. એટલું જ નહીં અન્ય સામુદાયિક કાર્યક્રમોમાં પણ જતો હતો. બોમ્મઈ પણ જતા હતા. જો તેમણે આમંત્રણ આપ્યું હોત તો જવાની જરૂર હતી. ચાર વખત મુખ્યમંત્રી રહેલા યેદિયુરપ્પાએ કહ્યું કે મારી ઈચ્છા હતી કે મારા દીકરા બી.વાય.વિજેન્દ્રને ભાજપના ઉમેદવાર અને મારો ઉત્તરાધિકારી બનાવાય.