Today Gujarati News (Desk)
ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાનમાં ગરમી વધવા લાગી છે. દરમિયાન ગરમીઓના કારણે થતી બીમારીઓનું જોખમ પણ મંડરાવા લાગ્યુ છે. સામાન્ય રીતે હીટ વેવના કારણે હીટ સ્ટ્રોકનું જોખમ ખૂબ રહે છે. ઘણીવાર લોકો સ્ટ્રોકની ચપેટમાં આવી જાય છે. જેનાથી બેચેની, માથાનો દુખાવો, ઉલટી, ડાયેરિયા જેવી ફરિયાદ જોવા મળે છે. મોટા હોય કે બાળકો કોઈ પણ હીટવેવથી પરેશાન થઈ શકે છે. દરમિયાન હીટવેવથી બચવા માટે અમુક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે.
નારિયેળ પાણી
આગામી દિવસોમાં ગરમ પવન ફૂંકાવાનું શરૂ થઈ જશે. થોડી પણ બેદરકારી ગરમીમાં ભારે પડી શકે છે. દરમિયાન રેગ્યુલર ડાયટમાં નારિયેળ પાણી સામેલ કરી દેવુ જોઈએ. બાળકો સામાન્યરીતે પાણી ઓછુ પીવે છે. તેમને નારિયેળ પાણી ફાયદો કરી શકે છે. નારિયેળ પાણીમાં અમુક જરૂરી એન્જાઈમ્સ, ખનીજ અને વિટામીન હોય છે. તેમને એ ફાયદો કરી શકે છે.
ખીરા કાકડી
ગરમીથી બચવુ હોય તો શરીરમાં પાણીની અછત થવી જોઈએ નહીં. આનાથી બચવા માટે એવા ફૂડનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી બોડીમાં પાણી જળવાઈ રહે. ખીરા કાકડી શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે છે. ખીરા કાકડીમાં વિટામીન એ,બી, કે અને ફાઈબર ખૂબ પ્રમાણમાં મળે છે. આને ખાવાથી લૂ થી બચવામાં મદદ મળે છે.
થોડીવાર માટે પાણીમાં પગ ડૂબાડી રાખો
પગના તળિયા ખૂબ ગરમ થઈ જાય છે, તેમાંથી નીકળનારી ગરમી સીધી માથા પર ચઢે છે. આનાથી બચવા માટે ઠંડા પાણીની ડોલ કે ટબમાં પગ ડૂબાડીને રાખો. મોઢા પર ઠંડા પાણીના છાંટા મારતા રહો.
સૂવાના સ્થળે પરિવર્તન કરો
સૂવાના સ્થળની પસંદગી પણ યોગ્ય હોવી જરૂરી છે. ગરમીમાં ઘરના ઉપરના રૂમમાં સૂવા કરતા નીચેના રૂમમાં સૂવુ સ્વાસ્થ્ય માટે સારૂ હોઈ શકે છે.