Today Gujarati News (Desk)
દરેક નોકરી કરતો માણસ તેના પગારમાથી બચત કરીને તેની નાની મોટી ખુશિયો પુરી કરે છે. અને તેમા મોટા ભાગના લોકોની ખૂશીઓ લોન પર આધારિત હોય છે. આ ખૂશીઓ માટે તે ક્યારેક કોઈ ઈલેક્ટ્રીક વસ્તુઓ ખરીદે છે તો ક્યારેક ઘર માટે ગાડી ખરીદે છે. અને આના માટે તે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ પણ કરતા હોય છે. સામાન્ય રીતે ઘરમાં નવો સામાન એક ખુશી લઈને આવે છે. પરંતુ આ વચ્ચે દરેક લોકોને પોતાના એક ઘરની જરુરત હોય છે. મેટ્રો સીટીમાં જે લોકો નોકરી કરવા માટે આવે છે તે આખી જીદંગી ભાડાના મકાનમાં રહેતા હોય છે. કેટલાક લોકો ફ્લેટ ખરીદીને જે આનંદ મેળવે છે તે વિશે વાત જ ગજબની હોય છે.
હોમ લોન લેતા સમયે બેંક કરે છે આ ચાલાકી અને તમે ફસાઈ જાઓ છો
એક ઉદાહરણ તરીકે કહીએ તો દિલ્હી એનસીઆરની આજુ બાજુ જેટલી પણ સોસાયટી બનેલી છે. તેમાં મોટાભાગના નોકરી કરતા લોકોએ ફ્લેટ ખરીદી પોતાનું સ્વપ્ન સાકાર કર્યુ છે. ઘણા ઓછા લોકો એવા છે કે જેમણે રોકડા રુપિયા આપી ઘર ખરીદ્યુ હશે. મોટાભાગના લોકોએ લોન મેળવી પોતાનું ઘરની ઈચ્છા પુરી કરી હતી. આ વાત માત્ર દિલ્હી પુરતુ જ લાગુ નથી પડતું. પરંતુ આ પુરા દેશમાં મોટાભાગના શહેરોમાં જોવા મળે છે.
બેંકનો ઈરાદો માત્ર પૈસા કમાવાનો છે
બેંકો અને નાણાકીય સંસ્થાઓને માત્ર એક જ ઈરાદો હોય છે ગમે તેમ કરી પૈસા કમાવવા. તે તેમના પોતાના હિતમાં જ વિચારે છે તે ક્યારેય ગ્રાહકોના હિતમાં વિચારતા નથી.
આ વાતો પર ધ્યાન રાખો
આ દરેક વાતો પર બેંક પોતાની એક સુરક્ષા તૈયાર કરે છે. તે ટર્મ ઈન્સોરેન્સ સાથે તેના પૈસાની ડબલ સુરક્ષાની ગેરંટી કરી લે છે. આ બધી વાત તો ઠીક છે પરંતુ બેંક તમને સાચી વાત કે તેના વિશે યોગ્ય માહિતી પણ આપતી નથી. આ ઉપરાંત લોન લેવા વાળા લોકો ભાવુકતા અને ઉત્સુકતાના કારણે આ બધા મુદ્દા પર ચર્ચા પણ કરતા નથી. અને જે સહી કરાવે છે તેના પર કોઈ ધ્યાન આપતા નથી.