Today Gujarati News (Desk)
કેપ્ટન પાઈપ્સના શેર તે મલ્ટીબેગર શેરોમાંથી એક છે, જેમણે ગત વર્ષે એક વર્ષમાં મલ્ટીબેગર વળતર આપ્યું છે. આ સ્મોલ-કેપ શેર ગત એક વર્ષમાં 1,000 ગણો વધી ગયો છે. પરંતુ લાંબાગાળાના રોકાણકારો માટે તો ખુશખબરી બાકી છે. સ્મોલ-કેપ કંપની તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આગામી બેઠકમાં બોનસ શેર બહાર પાડવા અને શેર વિભાજન પર વિચાર કરવા જઈ રહી છે. કંપનીના ડિરેક્ટરોએ 27 જાન્યુ,2023ના રોજની બેઠકમાં આ નિર્ણય લીધો હતો.
શુક્રવારે 27 જાન્યુ, 2023ના રોજ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક થઈ હતી, જે બાદ મલ્ટીબેગર સ્મોલ-કેપ કંપનીએ બોનસ શેર આપવા માટે ભારતીય બજારોને સૂચના આપી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, ઈક્વિટી શેરધારકોને પ્રત્યેક 1 ઈક્વિટી શેર માટે 2 બોનસ શેર ‘રેકોર્ડ ડેટ’પર આપવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે, 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા કંપનીના ઈક્વિટી શેરોને વિભાજિત કરવામાં આવશે.
કેપ્ટન પાઈપ્સ શેર પ્રાઈસ હિસ્ટ્રી
કેપ્ટન પાઈપ્સના શેર તેના શેરધારકો માટે રૂપિયા બનાવનારા શેરોમાંના એક છે. ગત એક મહિનામાં, તેણે તેના રોકાણકારોને લગભગ 35 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે ગત 6 મહિનામાં, આ મલ્ટીબેગર શેરે તેના લાંબાગાળાના સ્થાનીય રોકાણકારોને 400 ટકા રિટર્ન આપ્યું છે. જો કે, ગત એક વર્ષમાં તે 1,000 ટકાથી વધારે વધ્યો છે. આ હિસાબથી જો કોઈ રોકાણકારોએ આ શેરમાં એક વર્ષ પહેલા 1 લાખ લગાવ્યા હોત, તો તેના 1 લાખના આજે 11 લાખ બની ગયા હોત.
કંપની T+2 આધાર પર કરે છે સેટલમેન્ટ
વર્તમાનમાં કેપ્ટન પાઈપ્સ બીએસઈ પર “M” ગ્રુપના હેઠળ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ સેગમેન્ટામં ટ્રેડ કરે છે. એસએમઈ સેગમેન્ટમાં ટ્રેંડિંગ,ક્લિયરિંગ અય્ર સેટલમેન્ટ T+2 આધાર પર કરવામાં આવે છે.