Today Gujarati News (Desk)
શું તમે અરોરા વિશે સાંભળ્યું છે. આ ભાગ્યે જ આકાશમાં દેખાતી એક ખગોળકીય ઘટના છે. આ એક પ્રાકૃતિક પ્રકાશ સ્વરુપે આકાશમાં બનતી સુંદર ઘટના છે. અરોરા એ મુખ્યત્વે રાત્રે બનતી ઘટના છે અને તે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો આસપાસ બનતી અલૌકિક ઘટના છે. વૈજ્ઞાનિકો લાંબા સમયથી માને છે કે જ્યારે સુર્ય હવા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો સાથે સંપર્કમાં આવે છે ત્યારે અરોરા બને છે. જો કે આવુ બીજા ગ્રહોમાં પણ બને છે. અરોરા એ પ્રકૃતિની અતિસુંદર ઘટના છે. આ ઘટનાને અંગ્રેજીમાં Northern Lights તરીકે ઓળખવામાં આવે છે.
3 જાન્યુઆરી 2023ના રોજ રાત્રીના સમયે આકાશ લીલા રંગનું જોવા મળ્યું
હમણાં જ વિન્સેંટ લેડવિના નામના એક વિદ્યાર્થીએ અલાસ્કાથી આઈસલેન્ડના પ્રવાસ દરમ્યાન 13 જાન્યુઆરી 2023ના રોજ રાત્રીના સમયે આકાશ લીલા રંગનું જોયું. આ અલૌકિક પ્રાકૃતિક પ્રકાશ રુપે બનતી ઘટનાને અરોરા કહેવામાં આવે છે. વિન્સેંટ લેડવિનાએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં આ અરોરાનો 23 સેંકન્ડનો એક વિડીયો શેર કર્યો છે. જે ખૂબ અદભૂદ અને અલૌકિક છે. જેમા આકાશ લીલા રંગનું દેખાય છે. જે ખરેખર અદભૂદ લાગી રહ્યુ છે. હિમવર્ષામાં આ અરોરા એવી સુંદર નજોરો આપી રહ્યો છે તેની સાથે જમીન પર પડેલા બરફ પણ લીલા રંગનો દેખાય છે.
અત્યારે સુર્ય તેના 11 માં વર્ષના પરિભ્રમણમાંથી પસાર થઈ રહ્યો છે.
વાસ્તવમાં અત્યારે સુર્ય તેના 11 માં વર્ષના પરિભ્રમણમાંથી પસાર થઈ રહ્યો છે. તેના કારણે તે ખૂબ જ પ્રભાવિત સ્વરુપમાં છે. સુર્યની ગતિના કારણે તે પૃથ્વી સોલર ફ્લેયર, કોરોનલ માસ ઈજેક્શન(CMI)જેવી ઘટનાઓનો સામનો કરી રહ્યો છે. આ સાથે જ પૃથ્વી પર અરોરા દેખાય છે. વાસ્તવમાં લાલ અને નારંગી કલરના અરોરા વધારે પ્રમાણમા દેખાય છે. પરંતુ લીલા રંગનો અરોરા ખરેખર અલૌકિક છે.
આ અરોરા પ્રાકૃતિક ઘટના કઈ રીતે બને છે.?
અરોરા એ પ્રકૃતિની અતિસુંદર ઘટના છે. આ ઘટનાને અંગ્રેજીમાં Northern Lights તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના રાત્રીના સમયે ખૂબ સુંદર દેખાય છે. આ ઘટનાનો નજારો કોઈ ક્લબમાં ડિસ્કોની લાઈટ ઝગમગાતી હોય એ પ્રકારે દેખાતુ હોય છે. સુર્ય આપણાથી લગભગ 93 લાખ કિલોમીટર દુર છે. છતા પણ તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે તે આપણને પ્રભાવિત કરે છે. જ્યારે સુર્યની ગરમ હવા સાથે ચક્રવાત ઉઠે છે જેમા અસંખ્ય કણો વાયુમંડલમાં ઉડે છે. આ સમયે પૃથ્વી આ ચક્રવાત સમયે વચ્ચે આવે છે ત્યારે પૃથ્વી પરનુ વાયુમંડલ અને ચુમ્બકીય ક્ષેત્ર આ કણો તેની સાથે પ્રતિક્રિયા કરે છે અને તે સમયે તેમાથી અલગ અલગ પ્રકાશ ઉત્પન્ન થાય છે. જેને અરોરા તરીકે ઓળખવામાં આવે છે.