Today Gujarati News (Desk)
સુરેન્દ્રનગરમાં લાખોની લૂંટની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર લૂંટની ઘટના બની છે. અંદાજે 1400 કિલો ચાંદીની લૂંટ (1400 kg silver loot) કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાયલા પાસે કિંમતી મુદામાલ ભરેલા વાહનની લૂંટ કરાઇ છે. વાહનની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. અંદાજે 3.88 કરોડની લૂંટ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વાહનમાં લાખો રૂપિયાની ચાંદી હતી
હાઇવે પર લૂંટની ઘટનાને પગલે ભારે ચકચાર મચી છે. જ્યારે ખાલી વાહન હાઈવે પર થોડે દૂર મળી આવ્યું છે. વાહનમાં લાખો રૂપિયાની ચાંદી હતી. લૂંટના બનાવને પગલે ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો છે અને લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.
અંદાજે 3.88 કરોડની લૂંટ
અંદાજે 3.88 કરોડની લૂંટ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ખાલી વાહન હાઈવે પર થોડે દૂર મળી આવ્યું હતું. લૂંટાયેલ કુરીયર કંપનીનું વાહન સાયલાથી દુર મોરવાડ ગામ પાસેથી મળી આવ્યું છે. વાહનમાં લાખો રૂપિયાની ચાંદી હતી. રાજકોટથી કુરીયર કંપનીના વાહન દ્વારા ચાંદી સહિતનો કિંમતી સામાન અમદાવાદ લઇ જવામાં આવતો હતો. લૂંટારૂને ઝડપી પાડવા રાજકોટ રેન્જમાં આવતા તમામ પોલીસ મથકોને એલર્ટ કરી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.