Today Gujarati News (Desk)
ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને વધારે વળતર માટે 7400 કરોડ રૂપિયા મળશે નહિ. યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનની અનુગામી કંપનીઓ માટે મોટી રાહતના સમાચાર, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલની આગેવાની હેઠળની બંધારણીય બેન્ચે આજે કેન્દ્ર સરકારની ક્યુરેટિવ પિટિશનને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્રને આ મામલે ત્રણ દાયકા પછી નહિ પહેલા આવવું જોઈતું હતું.
યુનિયન કાર્બાઇડ કોર્પોરેશને ભોપાલમાં ગેસ દુર્ઘટના બાદ રૂપિયા બાદ 715 કરોડનું વળતર આપ્યું હતું પણ પીડિતોએ વધુ વળતરની માંગણી કરતાં કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. કેન્દ્રએ 1984ની દુર્ઘટનાના પીડિતોને કંપની પાસેથી 7,844 કરોડ રૂપિયાના વધારાના વળતરની માંગ કરી હતી અને કેન્દ્રએ વળતર વધારવા માટે ડિસેમ્બર 2010માં સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી.
Supreme Court rejects Centre’s curative plea for enhanced compensation for the victims of the 1984 Bhopal Gas tragedy from US-based firm Union Carbide Corporation, now owned by Dow Chemicals. pic.twitter.com/bYaCN0VIBg
— ANI (@ANI) March 14, 2023