Today Gujarati News (Desk)
RBIએ કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવાનો આજે છેલ્લો દિવસ એટલે કે 30 સપ્ટેમ્બર છે. સેન્ટ્રલ બેંકે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જમા કે બદલી ન કરવામાં આવેલી રૂ. 2,000ની નોટ માત્ર કાગળનો ટુકડો બનીને રહી જશે.
આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. આ નોટોને બેંકની શાખાઓમાં જમા કરાવવા અથવા અન્ય મૂલ્યોની નોટો બદલાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આરબીઆઈએ લોકોને છેલ્લી તારીખ પહેલા તેમના ખાતામાં રૂ. 2000ની નોટો જમા કરવા અથવા બદલવાની વિનંતી કરી હતી.
2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો
હવે બેંકની શાખાઓમાં 2000 રૂપિયાની ખૂબ જ ઓછી સંખ્યામાં નોટો આવી રહી છે. બેંક કર્મચારીઓ કોઈપણ ગ્રાહકને ડિપોઝીટ અંગે ફરિયાદ કરવાનો મોકો આપતા નથી. બેંક ગ્રાહકોએ છેલ્લા દિવસની રાહ જોવી જોઈએ નહીં. નોટો એક-બે દિવસમાં જમા કરાવવી જોઈએ