Today Gujarati News (Desk)
રીના પરમાર ,ડેસ્ક
ડાયમંડ એક્સપર્ટ અને મુંબઈના હીરા માણેક જૂથના તંત્રી તેમજ વરિષ્ઠ પત્રકાર હાદિક હુંડીયાએ કેન્દ્ર સરકારના રજૂ કરાયેલ બજેટ નાં ભરપૂર વખાણ કર્યા હતા.આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડ માં સરકારે ખૂબ રાહત આપી છે . લેબગ્રોન હીરા નાં વ્યાપાર માં રાહત મળવાથી ભારતનાં હીરા વ્યાપાર ને વધુ સારો બિઝનેસ મળશે તેવું તેમણે જણાવ્યું હતું .
જ્યારે આ મામલે ધ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં ભૂતપૂર્વ પ્રમુખ કૌશિક ભાઈ મહેતાએ પણ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૩-૨૦૨૪ નાં વર્ષ માટે રજુ થયેલ બજેટ વિશે તેમના વિચારો જણાવતા કહ્યું કે આ બજેટમાં કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડ માં સરકારે ખૂબ રાહત આપી છે . લેબગ્રોન હીરા નાં વ્યાપાર માં રાહત મળવાથી ભારતનાં હીરા વ્યાપાર ને વધુ સારો બિઝનેસ મળશે . અને લેબગ્રોન ડાયમંડ તે નાના લોકો માટે વધુ આવકાર્ય છે જે લોકો હીરા પહેરવા નું સપનું જોતા હતા તેઓ સરળતાથી હીરા પહેરી શકશે .
ખૂબ દુ: ખ ની વાત એ છે કે એક સમયે ભારત ડાયમંડ બુર્શે આના ઉપર પ્રતિબંધ લગાડ્યો હતો . પણ આજે તે જ ભારત ડાયમંડ બુર્શ માં અરબો ખરબોનો લેબગ્રોન ડાયમંડ નો વ્યાપાર થતો જોવા મળશે .
હા તે વાત મહત્વની છે કે જે વ્યક્તિ સાચા હીરા પહેરે છે તે તો સાચા જ પહેરશે પરંતુ જેને હીરા શોખ ખાતર પહેરવા છે તે લેબગ્રોન ડાયમંડ નાં હીરા પહેરી ને શોખ પુરો કરી શકશે.
વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નાં બજેટ માં ભારત સરકારનાં વિતમંત્રી દ્વારા રજૂ કરાયેલ બજેટમાં લેબગ્રોન ડાયમંડમાં રાહત મળવાની હીરા બજારમાં તેનાં નફા નુકશાન વિશે જણાવતાં કહ્યું કે હીરા બજારને આનાથી નુકશાન થવાનો સવાલ જ ઉભો થતો નથી . કારણ કે નેચરલ ડાયમંડ ની વર્તમાન માં ઘણી જ અછત છે કારણ કે રશિયા થી માલ આવી નથી રહ્યો .
તેઓએ વધુ માહિતી આપતા કહેલ કે અમુક ઝાડી સાઈઝ નો માલ ડાયવર્ટ થઈ રહ્યો છે .અને રશિયા નો માલ તો લગભગ છ કે સાત મહિના થી આવ્યો જ નથી બહુ જ પ્રેકટીકલી આવ્યો હોય તો થોડો જ આવ્યો છે .અને આ શોર્ટકર્ટ ને કારણે રફ નાં ભાવોમાં પણ તફાવત આવી રહ્યો છે . અને તેને કારણે પ્રોડક્શન પણ ૨૦ થી ૨૫ % ઓછો છે . કારણ કે રફ ઓછી છે લોકો ને પ્રોફીટ પણ નથી . અને તેને કારણે આ વ્યાપાર સાથે જોડાયેલા દરેક વર્કર નાં કામ ઉપર તેની અસર થઈ રહી છે .
લેબ ગ્રોનનું કામ વધશે તો લોકોને મળસે રોજગાર -હાર્દિક હૂંડિયા
આપણે ત્યાં લેબગ્રોન નું કામ વધશે તો લોકો ને રોજગાર મળશે. લેબગ્રોન હીરા અને નેચરલ હીરા નો વેપાર ચાલતો રહેશે જેને નેચરલ પહેરવા હોય તે તે પહેરે અને જેને લેબગ્રોન પહેરવા હોય તે લેબગ્રોન પહેરે , આ રાહત નાં પગલે પ્રોડક્શન કોસ્ટ ઘટવાથી તેના વ્યાપાર ને પ્રોત્સાહન મળશે.અને તેનો બીજોે ફાયદો એ થશે કે આ લેબગ્રોન ડાયમંડ નાં પ્રોડક્શન માં એક થી દોઢ લાખ બેરોજગાર થયેલા લોકો ને કામ મળશે .અને ભવિષ્યમાં આ લેબગ્રોન ડાયમંડ તરફ લોકો વધુ આકર્ષિત થાશે , મીડલ કલાસ લોકો પહેરતા થાશે તો આ ની ડીમાન્ડ વધવાથી લોકો ને રોજગાર મળશે . રોજગાર માટે આ લેબગ્રોન ડાયમંડ ખુબ સારો છે
ભારતીય હીરા ઉદ્યોગ ની પ્રતિષ્ઠિત પેઢી શેરૂ જેમ્સ નાં કર્તા હર્તા કુમારભાઈ મહેતાની પ્રતિક્રિયા ..
ભારત સરકાર નાં વર્ષ ૨૦૨૩ – ૨૪ નાં બજેટ માં લેબગ્રોન હીરા માટે ની રાહત આપવાથી ભારતીય હીરા ઉદ્યોગ માટે આ કેટલું આવકાર્ય છે તે વિશે તેમના વિચારો જણાવતા તેઓ એ કહ્યું કે લેબગ્રોન ડાયમંડ ઉપર એવી કોઈ રાહત નથી આપી પાંચ ટકા થી ઝીરો થઇ છે . હીરા બજાર નાં ફાયદા નુકસાન કરતા લેબગ્રોન ઈન્ડસ્ટ્રી ને ફાયદો થશે.
સાચા હીરા નાં વ્યાપાર ને આ લેબગ્રોન ડાયમંડ થી કોઈ ફાયદો નુકશાન નહીં થાય કારણ કે લેબગ્રોન હીરા નો ભાવ માનો ૨ રૂપિયા છે તો નેચરલ હીરો ૭૦ રૂપિયા કિંમતનો છે જેથી નેચરલ હીરાનાં ધંધા માં કોઈ ફરક પડશે નહીં .
ધ મેન ઓફ ધ મિલીનિયર અને જાણીતા ફિલ્મ ફારનાન્સર તેમજ ભારતીય હીરા ઉદ્યોગની ૧૦૦ વર્ષ થી પણ જુની સંસ્થા ધ મુંબઈ ડાયમંડ મરચંન્ટ એશોશિયેશનનાં પ્રમુખ ભરત ભાઈ શાહનું મંતવ્ય
લેબગ્રોન ડાયમંડ ને આજના બજેટ માં મળેલી રાહત વિશે જણાવતાં કહ્યું કે લેબગ્રોન ડાયમંડ નું માર્કેટ વધશે. કારણ કે આ હીરા દાગીના માં ફીટ થયા બાદ લાગતું નથી કે લેબગ્રોન હીરા છે . સાચા હીરાના વ્યાપાર ને ફરક નહીં પડે , આ લેબગ્રોન નો વ્યાપાર વધવા થી જે લોકો રીયલ ડાયમંડ માં ધંધો મંદો હોય તો જે બેરોજગાર છે તેઓ ને ફરીથી રોજગાર મળશે .લોકો ને પોતાના બજેટ માં હીરા લેવા હોય તો તેઓ લેબગ્રોન હીરા ખરીદશે . જેમ કપડાં માં ક્વોલિટી હોય છે તેવી રીતે હીરા માં પણ આ ક્વોલિટી ગણાય . આ મેઈન મેડ ડાયમંડ છે આની ક્વોલિટી અને સેંટીગ જોતા રીયલ અને આ મેઈન મેડ માં વધારે ફરક દેખાતો નથી.
કિર્તી ભાઈ શાહ,(હીરા નાં વ્યાપારી,સુરત )
એ ભારતીય બજેટ માં આજે લેબગ્રોન મેઈન મેડ હીરા ઉપર રાહત આપતા આ બજેટ વિશે તેમના વિચારો જણાવતા કહ્યું કે લેબગ્રોન ડાયમંડ ઉપર સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત ,અને સબસિડી આપવાથી ઘણી મોટી રાહત થવાની છે . પરંતુ સાથે સાથે સરકારે નેચરલ ડાયમંડ ઉપર પણ સહકાર આપવાની જરૂર છે . જીએસટી માં • ૨૫ પૈસા કરવાની જરૂર છે. નાના વેપારીઓ ની મુડી આ દોઢ ટકા જીએસટી માં બ્લોક થઇ જાય છે .જે ઘટી ને • ૨૫ પૈસા કરવાની જરૂર છે.તેવું ધર્મેશ ઝવેરી એ જણાવ્યું કે
Lab grown ડાયમંડ એક નવી ટેકનોલોજી છે જેને ભારત સરકારે પણ આવકાર આપ્યો છે અને પ્રોત્સાહન આપે છે. આજે વિશ્વમાં ધીરે ધીરે lab grown ડાયમંડનું ચલણ વધી રહ્યું છે. Lab grown ડાયમંડ કોઈ ખરાબ વસ્તુ નથી કે કોઈ બનાવટ નથી. ખૂબ જ ઓછા ભાવે ગ્રાહકોને પ્યોર હીરો પહેરવા મળતો હોય તો એમાં વાંધો શું છે? જેમ વિશ્વમાં દરેક ફિલ્ડમાં અધતન ટેકનોલોજી નો ઉપયોગ અને આવકાર થાય છે તેમ હીરા બજારમાં પણ થયો છે અને એક ખુશીની વાત છે