Today Gujarati News (Desk)
દેશ ગણતંત્ર દિવસની તૈયારીઓમાં લાગેલો છે. દરમિયાન આતંકી સંગઠન 26મી જાન્યુઆરીએ ભારત પર આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે. આતંકી સંગઠનોના આ ષડયંત્રનો ખુલાસો ખાનગી એજન્સીઓની રિપોર્ટના આધારે કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ગણતંત્ર દિવસે આઈએસઆઈ, ઈસ્લામિક સ્ટેટ અને અલકાયદા દિલ્હી, પંજાબ, યુપી સહિત દેશના અન્ય ભાગમાં આતંકી હુમલા કરાવી શકે છે.
આ એલર્ટ બાદ દિલ્હી સહિત અન્ય સ્થળોની સુરક્ષા કડક કરી દેવાઈ છે. જોકે સુરક્ષા એજન્સીઓના ખાનગી રિપોર્ટમાં 26 જાન્યુઆરીએ દિલ્હી, પંજાબ સહિત દેશના અમુક શહેરોમાં આતંકી હુમલાનું ઈનપુટ મળ્યુ છે. ISIએ આ હુમલાને અંજામ આપવા માટે દાઉદ ગેંગના સભ્યોની મદદ લીધી છે. એજન્સીઓએ દેશના મોટા શહેરોમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યુ છે. જે બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઈ છે.
દિલ્હી પોલીસે ચાર શંકાસ્પદની શોધખોળ હાથ ધરી
દિલ્હીમાં બે આતંકીઓની ધરપકડ કરી પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ આતંકીઓની સાથે ચાર શંકાસ્પદ સામેલ હતા. જેની તપાસ શરૂ કરી દેવાઈ છે. ઉલ્લેખનીય છેકે 15 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે બે આતંકવાદીઓ જગજીત સિંહ અને નૌશાદ અલીની ધરપકડ કરી હતી. જેમને દક્ષિણપંથી હિંદુ નેતાઓ પર લક્ષિત હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યુ હતુ.
15 ઓગસ્ટે બે આતંકવાદી જહાંગીરપુરીથી પકડાયા હતા
15 ઓગસ્ટે ધરપકડ કરાયેલા બે શંકાસ્પદ આતંકવાદી જગજીત સિંહ અને નૌશાદ અલીની પૂછપરછ બાદ દિલ્હી પોલીસે 4 અન્ય શંકાસ્પદની શોધખોળ હાથ ધરી છે. તેમણે ડ્રોપ-ડેડના માધ્યમથી પાકિસ્તાનથી હથિયાર પ્રાપ્ત કર્યા અને સિગ્નલ એપ પર પાકિસ્તાનમાં હેન્ડલરના સંપર્કમાં હતા. ઉત્તરાખંડમાં અજાણ્યા સ્થળે હથિયાર મળ્યા, આની પુષ્ટિ કરવામાં આવી રહી છે. 15 જાન્યુઆરીએ જહાંગીરપુરીથી દિલ્હી પોલીસે આ બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી.