Today Gujarati News (Desk)
પતિ-પત્નીના ઝઘડાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, અને ઘણા કોર્ટ કચેરી સુધી પહોંચી જતા હોય છે પરંતૂ આ કિસ્સો સાંભળીને તમને અચૂક નવાઇ લાગશે. જેમાં કોર્ટે ત્રણેય પતિ પત્નીને ન્યાય મળે તેવો નિર્ણય કર્યો હતો.
કાઉન્સેલર હરીશ દીવાને જણાવ્યું કે, 28 વર્ષની સીમાના લગ્ન 2018માં ગુરુગ્રામમાં કામ કરતા એક એન્જિનિયર સાથે થયા હતા. બંને બે વર્ષ સાથે રહ્યા અને આ દરમિયાન તેમને એક પુત્ર પણ થયો.
2020માં, જ્યારે સરકારે કોરોનાને કારણે લોકડાઉન લાદ્યું, ત્યારે એન્જિનિયર તેની પત્ની સીમાને તેના વતન ગ્વાલિયર છોડી ગયો. સમયની સાથે એન્જિનિયર ઓફિસમાં કામ કરતી યુવતીના સંપર્કમાં આવ્યા અને એકબીજાના પ્રેમમાં પડ્યા. બંને સાથે રહેવા લાગ્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. એન્જિનિયરને તેના બીજા લગ્નથી એક પુત્રી હતી.જ્યારે સીમાને આ વાતની જાણ થઈ તો તે ગુરુગ્રામ આવી અને પતિ-પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થયો. આ પછી સીમા ગ્વાલિયર પરત આવી અને તેણે દત્તક લીધેલા પુત્ર માટે ભરણપોષણની માંગ કરતો કેસ દાખલ કર્યો. નોટિસ મળ્યા બાદ એન્જિનિયર અને બીજી પત્ની વચ્ચેના સંબંધો પણ બગડવા લાગ્યા હતા.
એન્જિનિયરે પ્રથમ પત્નીને સમજાવ્યું કે, તે તેને ભરણપોષણમાં પૂરતી રકમ આપી શકશે નહીં અને તેના પુત્રનું ભવિષ્ય બરબાદ થઈ જશે. બંનેને કાઉન્સેલિંગ સેશન માટે ઘણી વખત બોલાવવામાં આવ્યા હતા. ફેમિલી કોર્ટે તેમને સમાધાન કરવાની તક આપી, જેના પર સીમા સંમત થઈ.સમાધાન એ હતું કે ,એન્જિનિયર પતિએ અઠવાડિયાના ત્રણ ભાગમાં વહેંચવો પડશે. આનો અર્થ એ થયો કે, અઠવાડિયામાં ત્રણ દિવસ એન્જિનિયર પ્રથમ પત્ની સીમા અને તેમના પુત્રની સંભાળ રાખશે અને અઠવાડિયામાં ત્રણ દિવસ તે બીજી પત્ની અને પુત્રીની સંભાળ લેશે. કોર્ટે કહ્યું કે. બંને પત્નીઓને ગુરુગ્રામમાં જ અલગ ફ્લેટમાં રાખવામાં આવે, જેથી એન્જિનિયર બંને સાથે શાંતિથી રહી શકે. આ સિવાય એન્જીનીયર માટે રવિવારનો દિવસ પોતાના માટે નિકાળી શકે.