Today Gujarati News (Desk)
આમ તો શિયાળા પછી તરત જ ઉનાળો શરુ થઈ જાય છે અને ગરમી પડવા લાગે છે પરંતુ આ વખતેલ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે સતત કમોસમી વરસાદ અને માવઠાથી ગરમીની શરુઆત મોડા થઈ છે. હાલમાં તાપમાન ફરી વધી રહ્યુ છે. ભારતના મોટાભાગના રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર પહોચી ચુક્યુ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવતા બે દિવસોમાં તાપમાનનો પારો ફરી 3 ડિગ્રી સુધી ઉપર જઈ શકે છે. જો કે પ્રયાગરાજમાં અત્યારે 44.6 ડિગ્રી તાપમાન પહોચી ગયુ છે. સવારે ઉઠતાની સાથે ગરમીનો અહેસાસ થવા લાગે છે. પરંતુ આ દિવસોમાં શરીરને વધુ પડતી ગરમીથી બચાવવુ જોઈએ.
ખરેખર ગરમીમાં કેટલા તાપમાન સુધી આપણુ શરીર ગરમી સહન કરી શકે છે. તેવો સવાલ થવો સ્વાભાવિક છે. કેટલીકવાર ગરમી એટલી વધી જાય છે કે આપણે સહન કરી શકતા નથી. વધતી ગરમી સાથે આપણા શરીરની હાલત પણ બગડી જાય છે. આવા સમયે શરીર પર ધ્યાન આપવુ જરુરી છે. આવો આપણે જાણીએ કે ગરમીમાં આપણુ શરીર ક્યા સુધી સહન કરી શકે છે.
શરીરને તાપમાનને બચાવવા માટે એટલા સુધી કોશિશ કરતું રહે છે કે જ્યા સુધી શરીર થાક મહેસુસ ન કરે
માનવીનું શરીર વધતા તાપમાન સાથે કેટલુ તાપમાન શરીર સહન કરી શકે છે તેના પર સંશોધકો અને ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે હીટ સ્ટ્રેસ શબ્દનો ઉપયોગ કરતા હોય છે. હીટ સ્ટ્રેસને સમજવા માટે આઈઆઈટી દિલ્હીના પ્રોફેસરે કહ્યુ છે કે, જ્યારે આપણુ શરીર ખૂબ જ ગરમીમાં હોય છે, ત્યારે તે પોતાની શરીરને તાપમાનને બચાવવા માટે એટલા સુધી કોશિશ કરતું રહે છે કે જ્યા સુધી શરીર થાક મહેસુસ ન કરે.
40 થી 42 ડિગ્રી તાપમાન પહોચી જાય તો માથુ દુખવું, ઉલ્ટી થવી, શરીરમાંથી ઘટવું જેવી સમસ્યાઓ સર્જાય છે
આપણુ શરીર 40 ડિગ્રી સુધી જ તાપમાન સહન કરી શકે છે, તેનાથી વધારે તાપમાન આપણુ શરીર સહન કરી શકતુ નથી. જો તાપમાન 40 થી 42 ડિગ્રી પહોચી જાય તો માથુ દુખવુ, ઉલ્ટી થવી, શરીરમાથી પાણી ઓછુ થઈ જવું જેવી સમસ્યાઓ થતી હોય છે. અને જો તેમા 45 ડિગ્રી ઉપર પારો પહોચી જાય તો બેહોશી, ચક્કર આવવા, ગભરામણ થવી તેમજ બ્લડ પ્રેસર ઘટી જવુ જેવી અનેક સમસ્યાઓ બની શકે છે.