Today Gujarati News (Desk)
ફિલ્મોની દુનિયાનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો એવોર્ડ ઓસ્કર એવોર્ડ સોમવારે સવારે યોજાશે, પરંતુ સૌથી વધુ ચર્ચા રેડ કાર્પેટની છે. છેલ્લા 62 વર્ષમાં આવું પહેલીવાર બનશે જ્યારે દુનિયાભરની હસ્તીઓ ઓસ્કાર દરમિયાન રેડ કાર્પેટ પર વોક કરતા જોવા નહીં મળે. આ વખતે રેડ કાર્પેટ બદલાયેલું દેખાશે.
આ વર્ષે જે કાર્પેટ પર સેલિબ્રિટીઝ વોક કરશે તે શેમ્પેન કલરનું હશે. ઓસ્કારનું આયોજન કરનાર જીમી કહે છે કે, છેલ્લા 6 દાયકાની પરંપરા તોડીને આ વર્ષે કાર્પેટનો રંગ બદલવામાં આવ્યો છે. જાણો શા માટે રેડ કાર્પેટનો રંગ બદલાયો અને શા માટે રેડ કાર્પેટનો રંગ રાખવાની પરંપરા શરૂ થઈ.
ઓસ્કારના આયોજકોનું કહેવું છે કે આ વર્ષે કાર્પેટ માટે જે રંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે શેમ્પેન છે.તે સૂર્યાસ્ત સમયે બીચ જેવું જ છે. કાર્પેટ માટે આ રંગ પસંદ કરવાનું એક કારણ પણ છે.
વાસ્તવમાં, ઓસ્કરના આયોજકો ઇચ્છતા હતા કે કાર્પેટનો રંગ આછો હોય અને ઇવેન્ટના નારંગી ટેન્ટ સાથે મેળ ખાતો હોય. નહિંતર, નારંગી રંગ અને લાલ કાર્પેટ રંગનું વિચિત્ર કોમ્બિનેશ યોગ્ય લાગતું ન હતું ,ફોટોગ્રાફીની દૃષ્ટિએ પણ આ યોગ્ય નથી.