Astrology News: ઘણીવાર એવું બને છે કે સખત મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. હંમેશા નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, આવું ક્યારેક તમારી આસપાસ રહેલી નકારાત્મક ઊર્જાને કારણે પણ થાય છે. ઘણી વખત વાસ્તુ દોષ કે વધારે નકારાત્મક ઉર્જા તમારી આસપાસ રહેલી ચીજવસ્તુઓમાંથી પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાયો અને વિધિ જણાવવામાં આવી છે, સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં 7 ઘોડાના ચિત્ર વિશે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.
સફેદ રંગના સાત ઘોડા શુભ માનવામાં આવે છે. તે ગતિ, સફળતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આથી ઘણા લોકો સાત ઘોડાવાળું પેઇન્ટિંગ ઘર કે ઓફિસ સુધી લગાવવામાં આવે છે. સામાન્ય રીતે સાત ઘોડાવાળું ચિત્ર કે પેઇન્ટિંગ ઘરે લાવે છે, પરંતુ તે કેવું હોવુ જોઇએ તેના વિશે વધારે ધ્યાન આપતા નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાત ઘોડાનું કેવું ચિત્ર ઘરમાં ન રાખવું જોઈએ જાણો
ઘરમાં 7 ઘોડાની આવી તસવીર રાખવી નહીં
- વાસ્તુશાસ્ત્ર અનુસાર સાત ઘોડાની એવી તસવીર ક્યારેય ન લગાવો જેમાં તમામ ઘોડા અલગ-અલગ દિશામાં દોડતા હોય. આવો ફોટો અશુભ માનવામાં આવે છે. જેના કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
- ઓફિસમાં કે ઘરમાં ક્યારેય એકથી વધુ સાત ઘોડાની પેઇન્ટિંગ તસવીર ન લગાવો. તેના કારણે વાસ્તુ દોષ વધે છે.
- સાત ઘોડાઓની એવી તસવીર ક્યારેય ન લગાડવી જેમાં તે યુદ્ધના મેદાનમાં હોય.ઘરમાં આવી તસવીર લગાવવાથી નકારાત્મક ઉર્જા ઝડપથી વધે છે. જેના કારણે શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- ઘરમાં સાત ઘોડાની તસવીર લગાવતી વખતે યાદ રાખો કે તમામ ઘોડાનો રંગ સફેદ હોવો જોઈએ, કારણ કે સફેદ રંગ શાંતિ, સફળતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે.
- ઘર માટે 7 ઘોડાનું ચિત્ર પસંદ કરતી વખતે, તેના બેકગ્રાઉન્ડ એટલે કે પૃષ્ઠભૂમિનું પણ ધ્યાન રાખો. એવી તસવીર ક્યારેય ન ખરીદો જેમાં ધૂળ, તોફાન, સૂર્યાસ્ત, યુદ્ધ સ્થળ વગેરે દેખાતા હોય.
- સાત ઘોડાનો એવો ફોટો ક્યારેય ખરીદવો નહી, જેમાં ઘોડાનો સ્વભાવ શાંત હોય.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યારેય કાગળના ફ્રેમવાળી સાતા ઘોડાની તસ્વીર ખરીદવી નહીં. હંમેશા કેનવાસ કે લાકડાના ફ્રેમવાળી જ તસ્વીર ખરીદવી જોઇએ.
- સાત ઘોડાનું ચિત્ર ક્યારેય પણ બેડરૂમ, સ્ટડી રૂમ, પૂજા ઘર કે મુખ્ય દરવાજા પર ન લગાવવું જોઈએ. તેનાથી અશુભ પરિણામ આવે છે.
ઘરમાં ઘોડાનું પેઇન્ટિંગ કરાવવાથી સારું રહે છે?
વાસ્તુ અનુસાર ઘરમાં સાત ઘોડાની પેઇન્ટિંગ લગાવવાથી તમને સૌભાગ્ય અને સફળતા મળે છે.
ઘોડાની પેઇન્ટિંગમાં કેટલા ઘોડા હોવા જોઈએ?
વાસ્તુ અનુસાર સાત અંક ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ તે સૂર્યના સાત રથ પણ છે.
7 ઘોડાનું પેઇન્ટિંગ ક્યા કલરનું હોવું જોઇએ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાત ઘોડાનું ચિત્ર મોટાભાગે સફેદ રંગનું હોય છે. ઉપરાંત લાલ કે સોનેરી રંગના ઘોડાવાળી પણ તસ્વીર લગાવી શકાય છે.