टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)
રીના પરમાર ,ટુડે ગુજરાતી ન્યુઝ /ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ત્યારે ચૂંટણી ટાણે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સાણંદના ડેપ્યુટી કલેક્ટર અને રીટનિંગ ઓફિસર આર કે પટેલે કરી આત્મહત્યા કરી છે. અમદાવાદમાં પ્રેરણ તીર્થ સોસાયટીમાં પાંચમાં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી છે.-Deputy Collector Suicide
મૃતક ડેપ્યુટી કલેકટર આર.કે.પટેલ મૂળ ઈડરના વતની હતા. સાણંદ પહેલા તેઓ અંબાજીના વહીવટદાર હતા. અંબાજી મંદિરના વહીવટદાર તરીકે વર્ષો સુધી ફરજ બજાવ્યા બાદ થોડા સમય પહેલા જ સાણંદ મૂકાયા હતા. જ્યાં તેઓ સખત ડિપ્રેશનમાં હતા. આજે સવારે તેમણે સાણંદમાં ફ્લેટમાંથી પડતુ મૂક્યું હતું. -Deputy Collector Suicide
સુત્રો થી મળતાં ઇનપુટ જોઈએ તો આર કે પટેલ રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણીનું કામ કરી રહ્યા હતા. આખી રાત ગવર્મેન્ટ પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરી વહેલી સવારે ઘેર આવ્યા બાદ તેમણે આત્મહત્યા કરી હતી.જોકે તેઓએ કેમ આવું પગલું ભર્યું,તે કારણ હજુ અકબંધ છે.-Deputy Collector Suicide
આ ઘટનામાં વહેલી સવારે પોલીસને માહિતી મળી હતી કે સાણંદમાં ફ્લોરા ફ્લેટમાંથી એક વ્યક્તિએ પડતું મુકીને આત્મહત્યા કરી છે. પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતાં આત્મહત્યા કરનાર વ્યક્તિ સાણંદના પ્રાંત અધિકારી આર.કે.પટેલ હોવાનું ખુલ્યું હતું. આપઘાતનું કારણ અકબંધ છે. સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચૂંટણીનું કામમાં હતા સતત વ્યસ્ત સુત્રોએ કહ્યું હતું કે પ્રાંત અધિકારી રાજેન્દ્ર કેશવલાલ પટેલની સાણંદના રિટર્નીંગ ઓફિસર તરીકે નિમણુંક થઇ હતી. તેઓ સોમવારે રાત્રે અઢી વાગ્યા સુધી ચૂંટણીની કામગિરી સાથે રોકાયેલા હતા. જો કે ત્યારબાદ તેમણે અચાનક આ પગલું કેમ ભર્યું તે વિશે હજુ સુધી કોઇ જાણકારી મળી શકી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.-Deputy Collector Suicide
માં અંબે ધામમાં અગાઉ આર કે પટેલ વહીવટદાર તરીકે કામ કરી ચૂક્યા છે-Deputy Collector Suicide
મૃતક આર કે પટેલ અંબાજી મંદિરના વહિવટદાર પણ રહી ચૂક્યા હતા .અને અંબાજી મહાકુંભમાં શ્રેષ્ઠ કામગીરીમાં તેઓ નામના મેળવી ચૂક્યા છે.આત્મહત્યા ના આ બનાવમાં મરણ જનાર પ્રાંત અધિકારી આર.કે.પટેલની થોડા સમય પહેલાં તેમને સાણંદમાં પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી હતી. આર.કે.પટેલ ડિપ્રેશનમાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. પોલીસ હાલ આ ઘટનાની તપાસ કરી રહી છે. અંબાજી મંદિરમાં 2017 માં 11 મહિના ફરજ બજાવી હતી ત્યારે તેઓ પાલનપુર પ્રાંત હતા. ત્યારબાદ 2022 માં ફેબ્રુઆરી મહિનામાં પાલનપુર ખાતે જિલ્લા પુરવઠા અધિકારી તરીકે ફરજ બજાવા આવ્યા ત્યારે તેમને બીજી વખત અંબાજી મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ આપવામાં આવ્યો હતો. 12 તારીખના રોજ તેઓ અંબાજી મંદિર ખાતે છેલ્લી વખત આવ્યા હતા.જોકે તેઓના આકસ્મિક મોત થી સમગ્ર મહેસૂલી આલમમાં શોક છવાયો છે.-Deputy Collector Suicide