टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)
રીના પરમાર,ટુડે ગુજરાતી ન્યુઝ /શિક્ષણનું આપણા દેશની સાથે વિશ્ર્વમાં ખુબજ માન છે. દેશના ભાવિ નાગરીકોના ઘડતરમાં તેનું મહામુલુ યોગદાન હોય છે. કોઇપણ દેશની પ્રગતિ શિક્ષણ આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ગત માળખાથી જ થઇ શકે છે. બધા વ્યવસાય કરતાં શિક્ષકના વ્યવસાયને પવિત્રા ગણવામાં આવે છે તેનું કારણ કે તે દેશના ભાવિક નાગરીકો તૈયાર કરે છે તેના જ હાથમાં જ દેશનું ભવિષ્ય હોય છે. શિક્ષકનો પણ ધર્મ હોય છે, તેના રહેન સહનને આચરણથી બાળકોનો સર્ંવાગી વિકાસ કરી શકે છે, પહેલા અને આજે પણ ચર્ચા કે ચિંતન થાય છે કે શિક્ષક કેવો હોવો જોઇએ વાત પણ સાચી છે જેના હાથમાં ભાવી દેશ તૈયાર કરવાનો હોય તે નબળો તો ન જ હોવો જોઇએ.
ત્યારે ટુડે ગુજરાતી ન્યુઝમાં અમો આજે આપને દાંતા પંથકના એવા શિક્ષકની સાથે સાક્ષાતકાર કરવા માંગી રહ્યા છે કે જે શિક્ષકે પોતાના જિંદગીના અનેક દાયકાઓ દાતા વિસ્તારના આદિવાસી બેલ્ટમાં રહેતા આદિવાસી સમાજના લોકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે ગાળ્યા છે..
જી હા! આ મહાન શિક્ષક અને સખી દાતાનું નામ છે શ્રી એલ કે બારડ ..કે જેઓ આ પંથકમાં લોકોના દિલમાં સખી દાતા હોઇ ” બાપુ ” નાં હુલામણાં નામ થી જગવિખ્યાત બન્યા છે….
શ્રી એલ.કે.બારડ શિક્ષક તરીકે 1984 થી દાંતામાં સાક્ષરતા અભિયાનમાં જોડાયા ..Danta the great man
શ્રી એલ કે બારડ 1984 માં આ પંથકમાં શિક્ષક તરીકે આવ્યા હતા ત્યારે અહી ડુંગરાળ પ્રદેશ ભારે હાલાકી વચ્ચે જીવતા અને ખમીર સાથે રહેતા,આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ ની તાતી જરૂરિયાત હતી.અહી અબ્દુલભાઈ મેમણ નાનકડી સ્કૂલ ચલાવતાં હતાં.જ્યાં પ્રથમ શિક્ષક તરીકે જોડાયેલ શ્રી એલ કે બારડે આ વિસ્તારની પીડા જોઈ નેમ લીધી હતી કે આ વિસ્તારના બાળકો ના જીવન ધોરણ ને સુધારવા સાક્ષરતા મહયજીની જરૂર છે.અને તેમને મનોમન પ્રતિજ્ઞા કરી હતી કે આ વિસ્તારમાં શિક્ષણની જરૂરિયાત ને તેઓ તનતોડ મહેનત કરી પૂરી કરસે.Danta the great man
શ્રી એલ કે બારડે તે બાદ પોતાના કર્મ અને અથાગ મહેનત થકી અહી વિવિધ 15 જેટલી આશ્રમ શાળાઓ બનાવી છે.આજે દાયકાઓ ની તેમની મહેનત રંગ લાવી છે અને દાંતા વિસ્તારમાં તેમના નેજા તળે અદાજીત 15 જેટલી સ્કૂલો માં દશ હજાર થી વધુ બાળકો અભ્યાસ કરે છે.Danta the great man
વિવિધ 15 જેટલી આશ્રમશાળા અને ને વિજ્ઞાન પ્રવાહ સ્કૂલ સાથે ,અંબાજીમાં ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ કાર્યરત-Danta the great man
શ્રી એલ કે બારડ ની બે અન્ય સ્કૂલોમાં બે સાયન્સ પ્રવાહ ની સ્કૂલો પણ છે.જેમાં ANM તેમજ GNM નો અભ્યાસ અપાય છે.અંબાજી માં પણ ધોરણ 1 થી 12 ની અગ્રેજી માધ્યમ ની સ્કૂલમાં આજ વિસ્તારના આદિવાસી સમાજના બાળકો ભણી ફાંકડું અંગ્રેજી બોલતા થયા છે.જેઓનું જીવન ધોરણ બદલાતાં આ વિસ્તારમાં હેલ્થ વિભાગમાં 60 ટકા આજ સ્કૂલમાં ભણેલા બાળકો ગૌરવપૂર્ણ રીતે સરકારમાં નોકરી કરી રહ્યા છે.Danta the great man
મહામાનવ શ્રી એક કે બારડ નું સ્વપ્ન છે કે રાજ્યના આદિવાસી બેલ્ટ ના 27 થી વધુ વિસ્તારોમાં દાંતા ના આદિવાસી સમાજનાં બાળકો ની વિકાસ ગતિ ને ગુજરાત માં રોલ મોડલ તરીકે જોવામાં આવે અને તેવો આજ થીમ પર સતત આદિવાસી સમાજ અને તેમના બાળકોના ઉઠ્ઠાન માટે મથામણ કરી રહ્યા છે. Danta the great man
દાંતા નાં વિદ્યાર્થીઓ ખડતલ અને ફિઝીકલી સ્ટ્રોંગ Danta the great man
શ્રી એલ કે બારડ ને આદિવાસી સમાજ ના બાળકો પર ગૌરવ છે તેઓનું માનવું છે કે આ બાળકો ખમીરવંતા અને મજબૂત બાંધો ધરાવે છે.આ બાળકો માં ફોર્સ ડિપાર્ટમેન્ટ માં નોકરી માટે ની તમામ યોગ્યતા છે.જેઓને પ્રેક્તિકલ માં કોઈ હરાવી સકે નહિ ,જોકે તેઓ લેખિત પરીક્ષા માં પણ સર્વશ્રેષ્ઠ દેખાવ કરી સકે તે માટે મારી તમામ 15 સ્કૂલો માં અમે સ્પેશિયલ કોચિંગ આપીએ છીએ,
મારું સ્વપ્ન છે અહી સૈનિક સ્કૂલ બનાવવી જે સ્વપ્ન હું પૂરું કરીશ : શ્રી એલ.કે.બારડ-Danta the great man
મહામાનવ એલ કે બારડ નું 2022 નું સ્વપ્ન પણ છે કે ,તેઓ અહી હવે સૈનિક સ્કૂલ બનાવવા પ્રયત્નશીલ છે.જેમાં નિવૃત્ત બે ડીવાયએસપી કક્ષા ના અધિકારીઓની સેવાનો લાભ લઈ તેમને ટ્રેનીંગ આપી,તૈયાર કરે અને સેનામાં આ વિસ્તારના યોગ્ય ઉમેદવારો ને સ્થાન મળે તેવું તેઓનું સ્વપ્ન પણ છે Danta the great man
આદિવાસી પ્રજા ખડતલ અને વફાદાર છે.તેમની તોલે કોઈ નાં આવે ,તેવું ગૌરવ પણ શ્રી એક કે બારડ લઈ આ સમાજનો સામાજિક અને આર્થિક તેમજ તમામ મોરચે વિકાસ થવો જોઈએ તેવું તેઓ જણાવી રહ્યા છે.Danta the great man
પીએમ મોદી મારા પ્રણેતા,મે તેમના જળ સંચય વિચારોથી પ્રેરિત થઈ,પાણી સંગ્રહિત કરવા ત્રણ તળાવો શ્રમયજ્ઞ થકી બનાવ્યા : શ્રી એલ.કે.બારડ-Danta the great man
શ્રી એલ.કે.બારડ પીએમ મોદીને પોતાના બ્રાન્ડ એમબેસેડર માને છે.અને માટેજ તેઓ જળ એજ જીવન થીમ પર પણ કામ કરી રહ્યા છે.અંબાજી અને દાંતા પહાડી વિસ્તાર છે.અહી પાણી મોટી સમસ્યા છે.જેથી ખેતી માત્ર વરસાદી પાણી પર આધારિત છે.જેથી તેઓએ જળસંચય અભિયાન થકી ઉપરવાસ ના વરસાદી પાણી ને સંગ્રહ કરવાની યોજના ને પોતાના ખર્ચે અમલમાં લાવી ચૂક્યા છે ..
વયનિવૃત્તિ બાદ પણ ૧૪ કલાક માત્ર આદિવાસી બાળકો માટે કરે છે કામ-Danta the great man
દાંતા ની પહાડીઓ અને અરવલ્લી ગિરિમાળાઓ દાયકાઓથી શિક્ષણ જગતની જ્યોત જગાડનાર શ્રી એલ કે બારડની દાયકાઓ થી થતી આ સેવાના સાક્ષી છે.જોકે હવે નિવૃત્તિ જીવનમાં પણ તેઓ આ વિસ્તારના આદિવાસી સમાજના બાળકોના શિક્ષણ માટે મહા અભિયાન ચલાવી રહ્યા છે. અહીંયા ઉપરવાસથી આવતું વરસાદી પાણી સંગ્રહિત થાય છે.શ્રી એલ કે બારડે પોતાની કોઠાસુજ થી અહીં એક બે નહીં …..પણ તું મોટા કહી શકાય તે પ્રકારના ત્રણ તળાવો જાતે શ્રમયજ્ઞ કરી ખોદયા છે.આ ત્રણ તળાવમાં મહામાનવ એલ કે બારડ ના પુરુષાર્થ અને કર્મની ગવાહી પૂરી રહ્યા છે.આ તળાવ માં ઉપરવાસ નું વરસાદી પાણી પણ ભરાય છે અને આ પાણીમાં ત્રણ તળાવો માં જાય છે અને તે રીતે પાણીનો યોગ્ય સંગ્રહ અને બચાવ થાય છે.આ આખી જળસંચય યોજના તેઓએ પોતાના જાત મહેનતે બનાવી છે. અને તે રીતે એલ કે બારડ આપણાં પીએમ મોદીના સ્વપ્નને અમલમાં મૂકી ચૂક્યા છે .તેમને આ ભગીરથ કાર્ય કર્યું છે.અને તે રીતે પીએમ મોદીના સ્વપ્નને સાર્થક પણ કર્યું છે..-Danta the great man
ટુડે ન્યુઝ ચેનલ મહામાનવ શ્રી એલ.કે.બારડને વંદન કરે છે.કેમ કે તમામ લોકો માટે તેઓ પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે. આ પંથકના મસીહા બનેલ અને આદિવાસી સમાજના બાળકોના આર્થિક સામાજિક તેમજ શૈક્ષણિક વિકાસ માટે સતત કામ કરતા તેઓના સેવા કાર્યો ને સરાહે છે -Danta the great man