ભાજપના માવજીભાઈ દેસાઈ |
રીના પરમાર,ટુડે ગુજરાતી ન્યુઝ /
ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન અને ધાનેરા વિધાનસભા સીટમાં ૨૦૧૭ માં માત્ર ૨૦૦૦ વોટથી પરાજિત થયેલા માવજીભાઈ દેસાઈની ટિકિટ કપાતાં તે નીમના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.અને આ રોષ વાલેર ગામે યોજાયેલ સંમેલનમાં ઉગ્ર બન્યો હતો.જેમાં લોકોએ માવજીભાઈ દેસાઈ સાથે થયેલ અન્યાય સામે બંડ પોકારી તેઓને અપક્ષ તરીકે ચૂંટણી લડવા આહવાન કર્યું હતું.
ધાનેરા વિધાનસભા સીટ પર ૨૦૧૭ માં શંકરભાઈ ચોધરી ના રાઈટ હેન્ડ મનાતા માવજીભાઈ દેસાઈને ધાનેરા સીટ પરથી ભાજપે ટિકિટ આપી હતી.જેમાં માવજીભાઈ દેસાઈ એ કોંગ્રેસ ના નાથાભાઈ પટેલ સામે મોટી લડત આપી હતી.જોકે તેઓ અડાજિત ૨૦૦૦ વોટ થી પરાજિત થયા હતા.જે બાદ સ્થિતિઓ બદલાઈ હતી.અને બનાસડેરી ચેરમેન શંકરભાઈ સામે તેઓએ બનાસડેરીમાં અલગ પેનલ બનાવી ચૂંટણી લડવા કેપેઈન કર્યું હતું.જ્યાંથી આ બન્ને મિત્રો વચ્ચે ખટરાગ પેદા થયો હતો.અને તે બાદની ચૂંટણીમાં માવજીભાઈ દેસાઈ ને બનાસડેરી ના વાઇસ ચેરમેનની ખુરશી ખોવી પડી હતી.હાલ તેઓ વર્તમાન માં ડીસા માર્કેટયાર્ડ ચેરમેન છે.જોકે નવા બદલાયેલ સમીકરણોમાં માવજીભાઈ દેસાઈ ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા સાથે મિત્ર ભાવે જોડાયા હતા.ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ માં લોકોનું માનવું હતું કે ડીસા વિધાયક શશીકાંતભાઈ પંડ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના શિષ્ય કહેવાતા હોઇ તેઓ તેમજ માવજીભાઈ દેસાઈ ને ૨૦૨૨ ચૂંટણીમાં ટિકિટ મળશે.જોકે નવાઈ વચ્ચે આ બન્ને મોટા ગજાના નેતાઓની ટીકીટ કપાઈ હતી.અને ડીસા માં પ્રવીણભાઈ માળી જ્યારે ધાનેરા માં ભગવાનભાઈ ચોધરી ને ભાજપે ટિકિટ આપતા વિવાદ વકર્યો છે.
ડીસા – ધાનેરામાં ભાજપ વિરૂદ્ધ અપક્ષ ઉમેદવારો લડે,તેવી સ્થિતિ
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની આ ચૂંટણીમાં શશીકાંતભાઈ પંડ્યા અને માવજીભાઈ દેસાઈની ટિકિટ કપાતાં,તેઓના ટેકેદારો અને કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે,જેમાં ધાનેરા ના વાલેર ગામે માવજીભાઈ દેસાઈ સમર્થનમાં યોજાયેલ સભામાં ટેકેદારો એ માવજીભાઈ દેસાઈ ને અપક્ષ લડવા આહવાન કર્યું છે.જ્યારે ડીસા માં પણ પૂર્વ વિધાયક શશીકાંતભાઈ પંડ્યાના ટેકેદાર અને ઠાકોર સમાજ અગ્રણી ભરતભાઈ ધુંખે અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી છે.જે જોતા આ બન્ને સીટો પર ભાજપ બળવાખોરો ની અપક્ષ ટિકિટ દાવેદારી પરિણામો પર મોટી અસર કરશે તેવું રાજકીય નિરીક્ષકો નું માનવું છે.
टुडे गुजराती न्यूज (ऑनलाइन डेस्क)