ઇનપુટ – આજે ભાજપ ની પ્રથમ ઉમેદવાર યાદી થશે જાહેર |
વિશાલ બગડીયા અમદાવાદ/ગુજરાત વિધાનસભા 2022 માં ભાજપે પોતાના ઉમેદવારોની યાદી ને આખરી ઓપ આપવાની કવાયત હાથ ધરી છે.સુત્રો નું માનીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકનું સાંજે 6.30 કલાકે આયોજન છે.જેમાં સી.આર પાટીલના સાંસદ આવાસ ખાતે આયોજીત આ બેઠકમાં મોડી રાત્રે મનોમંથન થશે.તે બાદ સાંજે 7 વાગ્યાની આસપાસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.BJP Assembly Candidate Announcement
ઉત્તર ગુજરાત/સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની કેટલીક બિન વિવાદિત ઉમેદવારોની યાદી જાહેર થશે: ઇનપુટ BJP Assembly Candidate Announcement
ભાજપ જે યાદી જાહેર કરશે તેમાં પ્રથમ ચરણમાં જ્યાં મતદાન યોજાઈ રહ્યું છે.તે યાદી ને પ્રથમ મહત્વ આપશે.જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની પ્રથમ ચરણની 89 બેઠકોના નામ જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ યાદીમાં જ્યાં કોઈ ટિકિટ લગતી ગળાકાપ હરીફાઇ નથી તેવી કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ પણ જાહેર થશે.જેમાં જીગ્નેશ મેવાની હવે પોતાના માટે જે વડગામ બેઠક અસુરક્ષિત માને છે.તે વડગામ બેઠકમાં ભાજપ ઉમેદવારની જાહેરાત થશે. નોંધવા જેવી બાબત એ છે કે, ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક થાય તે પહેલા ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠક સી.આર.પાટિલના આવાસ પર થઈ હતી.જેમાં ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર દેશનાં આઇબીના અધિકારીઓ સાથે પણ અમિત શાહની બેઠક યોજાઇ હતી.જેમાં તેઓ ગુજરાતના સંભવિત ઉમેદવારો અને તાજા રાજકીય હલચલ અંગે પણ વાત કરી શકે તેવી શક્યતા છે.BJP Assembly Candidate Announcement
પીએમ મોદી ઉમેદવારોની યાદી ફાઇનલ કરશે : સૂત્ર
જો કે સૌથી મહત્વની બાબત છે કે, આજ રોજ સાંજે યોજાનારી આ બેઠકમાં પીએમ મોદી પોતે હાજર રહેશે.અહી પીએમ નરેન્દ્રભાઇ મોદી તેમની બેઠકમાં હાજરી પણ ખુબ જ સુચક છે. પીએમ મોદીની હાજરીથી ગુજરાત ભાજપમાં એક સ્પષ્ટ સંદેશ જશે કે ટિકિટ વહેંચણી પર સીધી જ પીએમ મોદી અને અમિત શાહ નજર રાખી રહ્યા છે.ગુજરાત વિધાનસભા ઉમેદવારો ની બનતી આ યાદી તેમની નજર હેઠળ જ જાહેર થઇ રહી છે.ગણિત એવું પણ છે કે પીએમ ની હાજરી અને ટિકિટ ફાળવણી પર આખરી મહોર મારવા તેમની સંમતી મોટું મહત્વ ધરાવે છે.જેથી કેટલાક અસંતોષી નેતા આ સુચક હાજરીથી જ હોબાળો કરવાનું ટાળશે-BJP Assembly Candidate Announcement