મોત નો પુલ – મોરબી |
રીના પરમાર ,નેશનલ ડેસ્ક – અપડેટ્સ :
રાજ્યની મોટી કરુણાંતિકા માં મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાથી સમગ્ર દેશ અને રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અરેરાટી મચી ગઈ હતી.જેમાં મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 400 જેટલા લોકો આ પુર પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા છે.આ પુલ ૧૪૦ વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે,જે છ માસ થી રીનોવેસન થતાં બંધ હતો.જેમાં બે કરોડ ખર્ચ બાદ પુલ નવા વર્ષના દિવસે શરૂ થયો હતો.અને આજે ધરાશાઈ થયો છે.જેના દુર્ઘટના બાદ હાલમાં બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.સુત્રો નું માનીએ તો અત્યાર સુધીમાં ૯૧ ના મોત થયાનો સ્થાનિક સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને રાહત બચાવ ટાઇમ દાવો કર્યો છે.રાહત બચાવ ટીમ સતત રેસ્ક્યું કરી નદીમાં દુબાયેલ લોકો ,બાળકો ની લાશો કાઢી રહી છે.આ અત્યંત આઘાતજનક ઘટનાથી સમગ્ર ગુજરાત હતપ્રભ છે.- Morbi suspension bridge disaster
રાહત કાર્ય ને અપાઈ ગતિ- Morbi suspension bridge disaster
મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે બચાવ રાહત કાર્ય માટે ભુજ અને જામનગરના ૬૦ તથા નેવીના ૫૦ જવાનો, ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન તથા રાજકોટ મેડિકલ કોલેજ અને જિલ્લા ગ્રામ્ય વિસ્તારના ૩૦ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ રવાના થયો છે. આજરોજ સર્જાયેલી મોરબી ઝુલતા પુલની દુર્ઘટના સંદર્ભે ઘાયલ થયેલા નાગરિકોની બચાવ- રાહત કામગીરીના હેતુસર ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટ, જામનગરના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ચંદ્રશેખર તથા ભુજના ગરુડ સ્પેશિયલ ફોર્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ભાવેશ દુબે કુલ ૬૦ જવાનોના સ્ટાફ સાથે રાજકોટ ખાતે ઘાયલોની મદદ કરવા ઘટના સ્થળે જવા રવાના થઈ ચૂક્યા છે.- Morbi suspension bridge disaster
તો વળી ,રેસ્ક્યયું માં જામનગર નેવીના કેપ્ટન શ્રીકાંત ૫૦ માણસો અને બચાવ સાધનો સાથે મોરબી જવા રવાના થઈ ચૂક્યા છે. તદુપરાંત, રાજકોટ મેડિકલ કોલેજ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લા વિસ્તારના 30થી વધુ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ કોઈપણ પ્રકારની તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સેવા આપવા પહોંચી ગયા છે. ૩૩ એમ્બ્યુલન્સ, ૭ ફાયર એન્જિન ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક યુદ્ધના ધોરણે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
હોનારત થતાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ- Morbi suspension bridge disaster
મોરબી દુર્ઘટનાના પગલે આવતીકાલે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. 31ના બદલે હવે 1 લી તારીખથી પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થશે. અશોક ગેહલોત અને દિગવિજય સિંહ સહિતના નેતા કાલે મોરબી જશે.અને પીડિતો ને સાંત્વના આપશે
હોનારતમાં રૂબરૂ સમીક્ષા માટે સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા- Morbi suspension bridge disaster
આ ઘટના ની જાત તપાસ અને પીડિતો ને સાંત્વના આપવા સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી પહોંચ્યા છે અને ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે.આમ સમગ્ર રાજ્ય સરકાર પીડિતો ની મદદમાં જોડાઈ છે.- Morbi suspension bridge disaster
કોણ જવાબદાર..? Cm આદેશ 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી
નિર્દોષ લોકો ના આ ઘટનામાં જીવ જ્તા ,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે.જેના નીચે મુજબના સભ્યો તપાસ કરસે .
1. સંદીપ વસાવા (સેક્રેટરી આર એન્ડ બી)
2. રાજકુમાર બેનીવાલ, IAS
3. સુભાષ ત્રિવેદી, IPS
4. કે એમ પટેલ (મુખ્ય ઈજનેર)
5. ડૉ. ગોપાલ ટાંક
રાહત – મદદ માં જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમનો નંબર જાહેર- Morbi suspension bridge disaster
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા કલેકટર કચેરીનાં ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય.- Morbi suspension bridge disaster
ભારતીય સેનાના જવાનો મોરબી રવાના- Morbi suspension bridge disaster
અમદાવાદ ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા મોરબી શહેરના મચ્છુ નદી પર ઝૂલતા પુલની થયેલ દુર્ઘટના માટે ૧ સ્ટેશન ઓફિસર, ૧. સબ ઓફિસર અને 24 ફાયરમેન સ્ટાફ સાથે બચાવ કામગીરી માટે 3 રેસ્ક્યુ બોટ સહિતનો સ્ટાફ મોરબી જવા રવાના થયો છે. મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે.જ્યારે એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે.
પીએમ મોદી જઈ શકે છે મોરબી: સૂત્ર – Morbi suspension bridge disaster
પીએમ મોદી હાલમાં કેવડિયા ખાતે હાજર છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી અહીંથી સીધા મોરબી જઈ શકે છે. હાલમાં મોરબી દુર્ઘટનાને પહોંચી વળવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા વધારવામાં આવી છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર મૂકવામાં આવી છે.
ભાજપે સ્નેહમિલન સમારોહ મોકૂફ રાખ્યો- Morbi suspension bridge disaster
ભાજપ દ્વારા 1 નવેમ્બરે આયોજીત સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. મોરબીમાં થયેલી બ્રીજ દૂર્ઘટના બાદ ભાજપે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે.આ જાહેરાત મીડિયા સંયોજક યજ્ઞેશભાઇ દવેએ કરી છે.
કોંગ્રેસ ના શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન- Morbi suspension bridge disaster
મોરબીમાં થયેલી દુર્ઘટનાને લઇ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. ભાજપના રાજમાં કેટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે એ પુલ તુટવાનું ઉદાહરણ છે. પાંચ દિવસમાં કરોડો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરીને ખુલ્લો મુકવામાં આવેલો પુલ કઈ રીતે તૂટી શકે તે સવાલ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો હતો.
આમ આદમી પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દુ:ખ વ્યક્ત કર્યું- Morbi suspension bridge disaster
આજે મોરબીમાં પુલ તૂટવાની બહુ દુઃખદ ઘટના બની એના પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દુ:ખ વ્યક્ત કર્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચિંતા વ્યક્ત કરી- Morbi suspension bridge disaster
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે.અને પીડિતો ને ઈશ્વર આ દુઃખમાંથી બહાર નીકળવા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી જવા રવાના- Morbi suspension bridge disaster
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબી જવા રવાના થયા છે. આ પહેલા સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનાને પગલે માનનીય પ્રધાનમંત્રી સાથેના આગળના કાર્યક્રમોને ટૂંકાવીને ગાંધીનગર પહોંચી રહ્યો છું. ગૃહ રાજ્યમંત્રીને સ્થળ પર પહોંચી બચાવ કામગીરીનું માર્ગદર્શન કરવા જણાવ્યું છે. SDRF સહિતની ટૂકડીઓને બચાવ કામગીરી માટે મોબીલાઈઝ કરવામાં આવી છે.
રાજકોટમાં સારવાર માટે નવો વોર્ડ ઉભો કરાયો.- Morbi suspension bridge disaster
મોરબીની દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવો વોર્ડ ઉભો કરાયો છે.જ્યાં ઘાયલો ની સારવાર થઈ રહી છે
ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી- Morbi suspension bridge disaster
મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાની ઘટના અંગે ગુજરાત સરકારે સહાયની જાહેરાત કરી છે. સીએમ ભુપેન્દ્ર પટેલે ટ્વીટમાં લખ્યું કે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા નાગરિકોના પરિવારો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપશે.
પીડિતો ને PMO તરફથી સહાયની જાહેરાત- Morbi suspension bridge disaster
મોરબીની મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. આ અંગે PMO તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મોરબીમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને રૂપિયા 50,000 આપવામાં આવશે.
નજરે જોનાર નો ચોંકાવનારો ખુલાસો
આ દૂર્ઘટના અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે પુલ પર અનેક મહિલાઓ અને બાળકો પણ હતી. અંદાજીત 100 લોકો નદીમાં ખાબક્યા હોવાની આશંકા છે. હાલમાં એક બાદ એક એમ્બ્યૂલન્સ ઘટના સ્થળે પહોંચી રહી છે. હજૂ તો નવા વર્ષના દિવસે જ આ પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે વાયરો પર લટક્યા હતા.