ગુરુવારે મુંબઈની એક લોકલ ટ્રેનમાં સીટને લઈને મહિલાઓ વચ્ચે મારઝૂડ થઈ હતી. એનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન એક મહિલા પોલીસ-કોન્સ્ટેબલને પણ ઈજા થઈ હતી. આ ઘટના થાણેથી પનવેલ જતી લોકલ ટ્રેનની છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે સીટને લઈ બે મહિલા વચ્ચે ઝઘડો થાય છે, આ પછી તેઓ એકબીજાને મારવા લાગે છે. આ ઘટનામાં બંને મહિલાએ એકબીજા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.આ ઘટના વિશેની જાણકારી વાશી રેલવે સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સપેક્ટર એસ.કટારે આપી હતી. તેમણે કહ્યું હતું કે થાણેથી લોકલ ટ્રેનમાં એક મહિલા તેની પૌત્રી સાથે મુસાફરી કરી રહી હતી. ત્યારે એક અન્ય મહિલાએ કોપરખૈરણમાંથી ટ્રેનમાં બેસી હતી. ત્રણેય સીટ ખાલી થવાની રાહ જોઈ રહ્યા હતા. એ જ સમયે, તુર્ભે સ્ટેશન પર એક સીટ ખાલી થઈ, ત્યારે દાદીએ તેની પૌત્રી માટે સીટ મેળવવાનો પ્રયાસ કર્યો. જોકે બીજી મહિલાએ સીટ પર બેસવાનો પ્રયાસ કર્યો. મહિલા પેસેન્જરે તેને ના પાડી છતાંય તે માની નહીં. આ દરમિયાન બંને મહિલા વચ્ચે ઝઘડો થયો અને આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે બંને વચ્ચે મારઝૂડ શરૂ થઈ ગઈ.