અરવિંદ કેજરીવાલ |
ધ્રુવ પરમાર ટુડે ન્યુઝ ગુજરાતી /દેશમાં જ્યારે જ્યારે વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ આવે છે ત્યારે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓ ની પ્રચાર પ્રસાર ટીમો લોકોને મનોરંજન પૂરું પાડતા ગીતો જાણીતા સ્થાનિક કલાકારો મદદ થી બનાવે છે.જોકે ગીત ની થીમ સ્થાનિક લોકગીત પર આધારિત હોય જલદી થી તે વાઇરલ થઈ છવાઈ પણ જાય છે.
બિહાર મે કા બા, બાદ હવે યુપી મે કા બા ગીત સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું હતું . નેહા સિંહ રાઠૌર પોતાના વ્યંગથી જનતાની પીડા બતાવી રહી હતી.જોકે તે બાદ યુપી માં ભાજપા સમર્પિત અનેક કલાકારો એ ગીત થકી જ કાઉન્ટર એટેક કરતાં આ વિવિધ પક્ષ નાં ગીતો ચર્ચિત બન્યા હતા.
ફાઈલ ફોટો |
જોકે આ અખતરો આમ આદમી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત માં ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં કરી રહ્યા છે.જેમાં ગુજરાત ના વિવિધ આંદોલનો અને મુદ્દાઓ પર આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયા ટીમે ,ગુજરાતી ભાષા માં એક ગીત વહેતું કરતાં આ ગીત ખાસ્સુ વાઇરલ થઇ રહ્યું છે .
જોકે ગુજરાત માં હાલ પીએમ નરેન્દ્રભાઇ મોદી ચૂંટણી પ્રવાસમાં છે.અને આવતી કાલે માં અંબે ધામમાં સભા બાદ અનેક વિકાસલક્ષી કાર્યક્રમોની જાહેરાત પણ કરવાનાં છે.ત્યારે પીએમ ના આગમનમાં ભાજપા પ્રચાર પ્રસાર ટીમો આમ આદમી ના આ ગીત પર કાઉન્ટર એટેક સમાન અનેક રાજકીય રણનીતિ ગીતો નો મારો ચલાવી સકે છે.
ગુજરાતી ભડવીર કલાકારો |
અનેક ગુજરાતી રંગમંચ જગતના નામી કલાકારો ભાજપ સમર્પિત .
ફાઈલ ફોટો – ગીતા રબારી પીએમ મુલાકાત |
પીએમ મોદી ની લોકપ્રિયતા નો ગ્રાફ ખુબજ ઊંચો છે.ગુજરાત ના પનોતા પુત્ર જ્યારે દેશના વડાપ્રધાન પદ પર છે.ત્યારે તેમને સમર્પિત એવા અનેક કલાકારો આમ આદમી ના આ કથિત વ્યંગ ગીત નો જડબાતોડ જવાબ આપવા જાણે હાકોટા પાડી અધીરા બન્યા છે ,ત્યારે મળતા ઇનપુટ મુજબ હવે ભાજપ વિકાસ ગુણગાન સાથે આમ આદમી પર શાબ્દિક પ્રહાર ના ગીતો ટુંક સમયમાં ગુજરાત માં છવાઈ સકે છે
Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878 |