તમે તમારા ઘરે 5 મિનિટમાં નાળિયેરની શિકંજી બનાવીને પણ શરીરને ઠંડક આપી શકો છે. ચાલો જાણીએ તેને બનાવવાની રેસીપી.
સામગ્રી – 1 ગ્લાસ નાળિયેર પાણી, 2 ચમચી દળેલી ખાંડ, 1 ચપટી કાળું મીઠું, 1 ચમચી આદુનો રસ, 2 થી 3- લીંબુ, 1 ગ્લાસ સોડા પાણી
સ્ટેપ 1 – નાળિયેર શિકંજી બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસમાં નવશેકું નાળિયેર પાણી લો. પછી તેમાં દળેલી ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. હવે બીજા ગ્લાસમાં સોડા વોટર અને લીંબુ નાખો.
સ્ટેપ 2 – સોડો વોટર અને લીંબુને સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં નારિયેળ પાણી ઉમેરો.
સ્ટેપ 3 – હવે તેને સારી રીતે મિક્સ કરો અને 2 થી 3 કલાક માટે ઠંડુ થવા માટે રાખો.પછી તેના પર કાળું મીઠું, ફુદીનાના પાન નાખી સર્વ કરો.