‘ઓપેનહાઈમર’ ફિલ્મ અમેરિકન ભૌતિકશાસ્ત્રી જે. રોબર્ટ ઓપેનહાઈમરની બાયોપિક છે. જેમણે અમેરિકા માટે પ્રથમ અણુ બોમ્બ ડિઝાઇન કર્યો હતો. તેઓ ‘મેનહેટન પ્રોજેક્ટ’ના વડા હતા, જેમનો હેતુ જર્મની પહેલા અમેરિકા માટે પરમાણુ શસ્ત્રો બનાવવાનો હતો. આ ફિલ્મમાં તેમનું જીવન અને પરમાણુ શસ્ત્રો બનાવવા પાછળની તેમની વિચારસરણી, શસ્ત્રો બનાવતી વખતે તેમનો ‘ડર’ પણ બતાવવામાં આવ્યો છે.
કોણ છે ઓપેનહાઈમરના ડિરેક્ટર ક્રિસ્ટોફર નોલાન?
તારીખ 30 જુલાઈ, 1970ના રોજ જન્મેલા ક્રિસ્ટોફર નોલાન બ્રિટિશ અને અમેરિકન ફિલ્મ નિર્માતા છે. તેઓ પડદા પર મુશ્કેલ અને જટિલ વાર્તાઓ કહેવા માટે જાણીતા છે. ક્રિસ્ટોફર નોલાનની ગણતરી 21મી સદીના શ્રેષ્ઠ ફિલ્મ નિર્દેશકોમાં થાય છે. ક્રિસ્ટોફર નોલન, જેમણે પાંચ ઓસ્કાર એવોર્ડ નોમિનેશન, પાંચ બાફ્ટા એવોર્ડ નોમિનેશન અને છ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ નોમિનેશન મેળવ્યા છે, તેમને 2015માં ‘ટાઈમ’ મેગેઝિન દ્વારા ‘વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકો’ની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેઓ તેમના યોગદાન માટે ‘કમાન્ડર ઑફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર’ તરીકે ચૂંટાયા હતા.

ક્રિસ્ટોફર નોલાને નાની ઉંમરથી જ ફિલ્મો બનાવવાની શરૂઆત કરી હતી. યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરતી વખતે તેમણે ટૂંકી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. વર્ષ 1998માં નોલાને ફિલ્મ ‘ફોલોઈંગ’થી મોટા પડદા પર દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તેમની બીજી ફિલ્મ ‘મેમેન્ટો’ (2000)એ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. આ ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે એકેડેમી એવોર્ડ્સ માટે નોમિનેશન મળ્યું હતું.
‘ઓપેનહાઇમર’ ક્રિસ્ટોફર નોલાનની 12મી ફિલ્મ છે. 2005માં ‘બેટમેન બિગિન્સ’, 2008માં ‘ધ ડાર્ક નાઈટ’ અને 2012માં ‘ધ ડાર્ક નાઈટ રાઈઝિસ’એ નોલનને બોક્સ ઓફિસના કિંગ બનાવ્યા હતા, 2010માં તેમની ‘ઈન્સેપ્શન’, 2014માં ‘ઈન્ટરસ્ટેલર’, ‘ડંકર્ક’ 2017માં અને 2020માં રિલીઝ થયેલી ‘ટેનેટ’એ સિનેમાપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નોલાન તેમની ફિલ્મોમાં મુશ્કેલ અને મનને ચોંટી જાય તેવી વાર્તાઓ કહેવા માટે જાણીતા છે. એક દર્શક તરીકે તમે ઘણાં દિવસો સુધી તે હેંગઓવરમાંથી બહાર નીકળી શકતા નથી.