બુધવારે (10 જાન્યુઆરી) સવારે 07:53 વાગ્યે આંદામાન ટાપુ પર એક મજબૂત ભૂકંપ અનુભવાયો હતો. ભારતના પશ્ચિમમાં સ્થિત આંદામાન ટાપુઓમાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી છે. NCSએ જણાવ્યું કે આંદામાન ટાપુ પર સવારે 7.53 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અત્યાર સુધી આંદામાનમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
NCS મુજબ, 10 જાન્યુઆરીએ સવારે 07:53 વાગ્યે અક્ષાંશ: 12.66, રેખાંશ: 93.02 અને ઊંડાઈ: 10 કિમી, સ્થાન: આંદામાન ટાપુઓ, ભારત પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCS સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ 10 કિમી હતી.
તમને જણાવી દઈએ કે આ અઠવાડિયાની શરૂઆતમાં ઈન્ડોનેશિયાના તલાઉદ દ્વીપમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. એનસીએસના ડેટા અનુસાર, 9 જાન્યુઆરી, મંગળવારની મધ્યરાત્રિએ ભૂકંપ 80 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.