છોકરીઓ અનેક ફેશનેબલ કુર્તીઓ સ્ટિચ કરાવતી હોય છે. કુર્તી તમે પરફેક્ટ રીતે સ્ટિચ કરાવતા નથી તો એ પહેરવાની મજા આવતી નથી અને દેખાવમાં પણ ખરાબ લાગે છે.
કુર્તીને પ્રોપર રીતે સ્ટિચ કરાવવી ખૂબ જરૂરી છે. ઘણી વખત સ્ટિચ કરનાર વ્યક્તિથી પણ ભૂલ થઇ જતી હોય છે. પરંતુ તમે આ નાની-નાની બાબતોનું ધ્યાન રાખો છો તો કુર્તી પરફેક્ટ રીતે સ્ટિચ થાય છે અને તમને કોઇ ભૂલ થઇ હોય તો એની જાણ પણ થઇ જાય છે. આમ, શું તમને પણ કપડા સ્ટિચ કરાવવાનો શોખ છે? જો હા તો ખાસ રાખો આ ધ્યાન..
હંમેશા કપડા વોશ કરીને આપો: મોટાભાગના લોકો જ્યારે સ્ટિચ કરાવવા આપે ત્યારે વોશ કર્યા વગર આપી દેતા હોય છે. તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. હંમેશા જ્યારે તમે કુર્તી સ્ટિચ કરવા આપો ત્યારે વોશ કરીને આપો, જેથી કરીને કોઇ કપડુ સિલાઇ માર્યા પછી ટૂંકુ થાય નહીં. ઘણી વાર વોશ કર્યા વગર સ્ટિચ કરાવવાથી એ કુર્તી પાછળથી કોઇ કામમાં આવતી નથી. આ માટે વોશ કરીને પછી જ ટેલરને ત્યાં સિવવા આપો.
ઇન્ટરલોકિંગ જરૂરી: શું તમે જાણો છો કપડામાં ઇન્ટરલોકિંગ કેટલુ જરૂરી છે? આનાથી કપડાને પ્રોપર રીતે ફિનિશિંગ મળે છે. તમે રેડીમેડની જગ્યાએ કુર્તી સ્ટિચ કરાવો છો તો ખાસ કરીને ઇન્ટરલોકિંગ કરાવવાનું ભૂલશો નહીં. ઇન્ટરલોકિંગથી કપડુ તેમજ દોરો ખેંચાતો નથી. એટલે તમે વર્ષો સુધી એકની એક કુર્તી પહેરીને આનંદ માણી શકો છો.
માર્જિનનું ધ્યાન રાખો: ઘણી વાર વજન વધવાને કારણે જૂની કુર્તી આપણને કોઇ કામમાં આવતી નથી. આ માટે હંમેશા ટેલરને અંદરની સાઇડ માર્જિન વધારે રાખવાનું કહો, જેથી કરીને તમે ગમે ત્યારે સિલાઇ ખોલીને એ કુર્તીનો ઉપયોગ કરી શકો. આ એક મહત્વની બાબત છે. ઘણાં ટેલર અંદરની સાઇડ માર્જિન રાખતા હોતા નથી. અનેક ટેલર માર્જિન ના રાખીને કપડુ થોડુ કાઢી લેતા હોય છે.
માપતી વખતે હંમેશા ધ્યાન રાખો: જ્યારે પણ તમે માપ આપો ત્યારે ખાસ કરીને એ ધ્યાન રાખો કે પરફેક્ટ હોય. તમે માપ આપવામાં થોડી ભૂલ કરો છો તો તમારું ફિટીંગ બગડી શકે છે અને તમને કપડા પહેરવાની મજા આવતી નથી. આ સાથે જ ઘણી વાર માપ ખોટુ હોવાને કારણે કુર્તી નાની-મોટી થઇ જાય છે.