Pakistan: સરદાર રમેશ સિંહ અરોરા શુક્રવારે સર્વસંમતિથી ત્રણ વર્ષ માટે પાકિસ્તાન શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી (PSGPC)ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અરોરાને આઉટગોઇંગ સરદાર અમીર સિંહના સ્થાને કરતારપુર કોરિડોરના એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે.
PSGPCની એકમાત્ર મહિલા સભ્ય સતવંત કૌર મહાસચિવ તરીકે ચૂંટાઈ છે. ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના સભ્ય અરોરા પણ 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં લઘુમતી બેઠક પર પંજાબ પ્રાંતીય વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે.
અરોરા ગત વિધાનસભાના સભ્ય હતા
પીએમએલ-એનની ટિકિટ પર જીતેલા અરોરા ગત વિધાનસભાના સભ્ય પણ હતા. ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડના પ્રવક્તા આમિર હાશિમીએ જણાવ્યું કે પીએસજીપીસીની બેઠક બોર્ડના અધ્યક્ષ અરશદ ફરીદ ખાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ અરોરાએ કહ્યું કે તેઓ તેમની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવશે.