દરેક લોકોની સવારની શરૂઆત અલગ અલગ હોય છે, અનેક લોકો સવારે ચાલવા જાય છે અને ઘરે આવીને લીંબુ પાણી પીવે છે, તો અનેક લોકોને ઉઠતાવેંત ચા-કોફીની આદત હોય છે. એક વાર કોફી પીવાની જેમને આદત લાગી જાય તેઓને કોફી વિના ચાલતું નથી. કોફી પીવાથી શરીરમાં એનર્જી આવે છે. કેટલાક લોકો દિવસમાં ઘણી વખત કોફી પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે દિવસમાં કેટલી વાર કોફી પીવી જોઈએ?
જો તમે આખા દિવસમાં વધુ પડતી કોફી પીતા હોવ તો તે તમારા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.એટલું જ નહીં, વધુ પડતી કોફીનું સેવન કરવાથી તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ કે એક દિવસમાં કેટલા કપ કોફી પીવી જોઈએ.
દરરોજ કેટલા કપ પીવી જોઈએ કોફી?
એક્સપર્ટ્સ અનુસાર એડલ્ટ્સને રોજ 400 મિલિગ્રામથી વધારે કેફીન ન લેવું જોઈએ. એક સરેરાશ કપ કોફીમાં લગભગ 95 મિલીગ્રામ કેફીન હોય છે. એવામાં જો તમે આખા દિવસમાં 4 કપ કોફી પીવો છો તો આ લિમિટ છે. તેનાથી વધારે કોફીનું સેવન તમારા માટે નુકસાનકારક સાહિત થઈ શકે છે. ત્યાં જ 4-6 વર્ષના બાળકો માટે 45 મિલીગ્રામ, 7-12 વર્ષના બાળકો માટે આ પ્રમાણ 70 મિલીગ્રામ છે. કિશોરો માટે બે કપ કોફી એટલે કે 100થી 200 મિલીગ્રામ કોફીનું સેવન જ કરવું જોઈએ.
વધારે કોફી પીવાથી થઈ શકે છે આ સમસ્યાઓ
હાઈ બ્લડ પ્રેશરના દર્દી માટે વધારે કોફી પીવી ખતરનાક સાબિત થઈ શકે છે. કોફી બ્લડ પ્રેશર કાઉન્ટને વધારે છે. સાથે જ કોફીથી તમને તરત એનર્જી તો મળે છે પરંતુ તેના વધારે પડતા સેવનથી પેટ સંબંધી સમસ્યાઓ પણ વધી શકે છે. ગેસ, એસિડિટી અને ડાયેરિયા જેવી સમસ્યા થઈ શકે છે.
કોફી પીવાનો યોગ્ય સમય
સવારે ઉઠીને તરત જ કોફી ના પીવી જોઈએ. સવારે ઉઠીએ ત્યારે કોર્ટિસોલ લેવલ હાઈ હોય છે. કોર્ટિસોલ પહેલેથી જ હાઈ હોય તો કેફીનનું સેવન કરવાથી તે કોર્ટિસોલની વિરુદ્ધમાં કામ કરી શકે છે. તેથી ઉઠીને એક કલાક સુધી કેફીનનું સેવન ના કરવું જોઈએ. કેફીનનું વધુ સેવન ના કરવું જોઈએ, નહીંતર ઊંઘમાં તકલીફ થઈ શકે છે. બપોરે 2 વાગ્યા પછી કોફીનું સેવન કરવું જોઈએ. કોફીનું સેવન કર્યા પછી તે 5-7 કલાક સુધી શરીરમાં રહે છે. આ કારણોસર તમને સૂવામાં તકલીફ થતી હોય તો બપોરે 2 વાગ્યાની આસપાસ કોફી પીવી જોઈએ.