લગ્નની સીઝનની શરૂઆત થઈ ગઈ છે અને બધાં જ તેની તૈયારીઓમાં લાગી ગયા હશે. જો તમારી કોઈ ખાસ ફ્રેન્ડના લગ્ન થવાના હોય તો તેમાં તમે પણ ખાસ દેખાવ તે જરૂરી છે. જેથી પહેલાં પ્લાન કરી લેવું કે ક્યા ફંક્શનમાં તમે શું પહેરશો. લગ્ન અને સાડીનું કનેક્શન ક્યારેય ઓલ્ડ ફેશન થતું નથી. બસ ખાસ સ્ટાઈલ સાથે સાડી કેરી કરવાની જરૂર છે. તો સાડીની શોપિંગ પહેલાં અહીં જણાવેલી ટિપ્સ જરૂર ધ્યાનમાં રાખજો.
સિલ્વર સાડી લુક
જો તમારી ખાસ ફ્રેન્ડના રિસેપ્શનમાં તમારે એકદમ અલગ લુક ટ્રાય કરવો છે તો તમે આ ફંક્શનમાં સિલ્વર સાડીની સાથે ડાર્ક બોર્ડર અને લાઈટ જ્વેલરીનો લુક ટ્રાય કરી શકો છો. આમાં તમે એકદમ ક્લાસી દેખાશો અને બધાંની નજર તમારી પર ટકી જશે.
રેડ સાડી
સાથે જ લગ્નના અન્ય ફંક્શનમાં તમે એવરગ્રીન રેડ કલરની સાડી પણ ટ્રાય કરી શકો છો. તેમાં લાઈટ એમ્બ્રોડરી હોય અથવા તો નેટ બેઝ્ડ કે સાડી પણ ખૂબ જ સારી લાગશે.
હાલ રફલ્ડ સાડીનો પણ ટ્રેન્ડ છે. તમે તેને ટ્રેડિશનલ લુક તરીકે ટ્રાય કરી શકો છો. લગ્નના ફંક્શનમાં રફલ્ડ સાડીમાં તમે ખૂબ જ અટ્રેક્ટિવ લાગશો. તમારી સ્કિન ટોન પ્રમાણે તમે સાડીના કલરની પસંદગી કરી શકો છો.
ડ્રેપ સાડી
તમે લગ્નમાં ડ્રેપ સારી પણ ટ્રાય કરી શકો છો. આ તમને એકદમ ડિફરન્ટ લુક આપશે, સાથે જ વેસ્ટર્ન અને ઈન્ડિયન ફીલ પણ આપશે. આ સિવાય તમે લગ્નમાં સિલ્ક સાડી પણ ટ્રાય કરી શકો છો. સિલ્ક સાડીનો ક્રેઝ ક્યારેય ખતમ થતો નથી. આ સિવાય તમે ફ્રેન્ડના લગ્નમાં ચેક્ડ સાડી પણ ટ્રાય કરી શકો છો. જો તમે સિમ્પલ લુકની સાથે સ્ટાઈલિશ પણ દેખાવા માગો છો તો તમારે ચેક્ડ સાડી ખરીદવી જોઈએ.