હજી પણ એવા ઘણા લોકો છે, વિદ્યાર્થીઓ છે, જેમને ગણિતથી બીક લાગે છે અથવા તો ગણતરી કરવી નથી ગમતી કે તેમાં ભૂલ પડે છે. જો કોઈ વિદ્યાર્થી ગણિતમાં નબળો હસે, તો તે ટ્યુશન લેશે અથવા ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરશે. જો કોઈ વ્યક્તિ મોટો હશે, તો તે કેલક્યુલેટરનો ઉપયોગ કરશે. પરંતુ હવે જ્યારે આખી દુનિયા ડિજીટલ બની ચૂકી છે, ત્યારે ગણિતના દાખલા સોલ્વ કરવા માટે પણ એપ આવી ચૂકી છે. ગૂગલે ગણિતના દાખલા સોલ્વ કરવા માટે એક એપ વિક્સવાી છે. આ એપનું નામ Photomath એપ છે, જેનો ઉપયોગ કરીને તમે ગણિતના દાખલા ગણી શકો છો. ગૂગલે આ એપને થોડા વર્ષો પહેલા જ ખરીદી છે.
સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરે છે દાખલા
આ એપ એક્ચ્યુઅલી એક સ્માર્ટ કેમેરા કેલ્ક્યુલેટર છે, જે માત્ર ફોટો લેવાથી જ તમારો ગણિતનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં મદદ કરે છે. આ એપ દ્વારા તમે ટ્રિગોનોમેટ્રીના અઘરા દાખલાનો જવાબ સરળતાથી મેળવી શકો છો. આ એપ તમને સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આપે છે, એટલે તમે તેની પાસેથી શીખી પણ શકો છો.
ગૂગલે 2023માં ખરીદી હતી આ એપ
Google એ માર્ચ 2023માં Photomath Appને એક્વાયર કરી હતી. જો કે હાલમાં આ એપ ગૂગલના પોર્ટફોલિયોમાં સામેલ કરવામાં આવી છે. હવે દુનિયાભરના યુઝર્સ સરળતાથી આ એપનો ઉપયોગ કરી શકે છે. Google Play Store પરથી તમે આ એપ ડાઉનલોડ કરી શકો છો. આ એપની મદદથી તમે ગણિતના દાખલા ગણી શકો છો. તેમાં Algebra, Geometry, Trigonometry, Statistics અને Calculus જેવા સબ્જેક્ટની પણ ગણતરી કરી શકો છો.
Photomath Appનો ઉપયોગ કેવી રીતે કરશો?
Photomath Appનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. જ્યારે તમારે ગણિતનો કોઈ દાખલો ગણવો છે, ત્યારે બસ તે દાખલાનો ફોટો પાડવાનો છે, અને એપ તેનું કામ શરૂ કરી દેશે. ફોટો પાડીને અપલોડ કરશે, એટલે એપ તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોબ્લેમ સોલ્વ કરીને બતાવશે.