Chickenpox In Kerala: કેરળમાં ચિકનપૉક્સને લગતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને પગલે લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવે 6 હજારથી વધારે કેસ સામે આવી ચુક્યા છે. 9 લોકોના મોત થયા છે. ઘટનાને લઈ વહિવટીતંત્રમાં ભારે હડકમ મચી ગયો છે અને વહિવટીતંત્ર તેને અટકાવવા માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યું છે.
રાજ્ય સરકારે સમગ્ર પ્રદેશમાં એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ દર્દીઓને શક્ય તમામ સારવાર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.વહિવટીતંત્રએ લોકોને અપીલ કરી છે કે જો તેમને ચિકન પૉક્સના લક્ષણ દેખાય તેવા સંજોગોમાં તાત્કાલિક હોસ્પિટલ જાય, જેથી તેમને શક્ય એટલા જલ્દી સારવાર મળી શકે.
બાળકો પર વધારે અસર
હવે પ્રશ્ન એ છે કે ચિકનપૉક્સ કેવી રીતે ફેલાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેની શરૂઆતમાં ત્વચા પર ચકામા આવે છે અને તાવ આવે છે. જો આ લક્ષણ દસ દિવસ સુધી જળવાય છે તો સમજી લેવું કે વ્યક્તિ ચિકનપોક્સનો શિકાર બની ગયા છો. ચિકનપોક્સની બાબતમાં યુવાનો અથવા વધારે ઉંમરના લોકોને બદલે બાળકોમાં વધારે અસર જોવા મળે છે. આ દરમિયાન બાળકોને નાની ઉંમરે ચિકનપોક્સની વેક્સિન લવવવી જેથી બાળક આ પ્રકારની બીમારીની ઝપટમાં ન આવે.
ચિકન પોક્સના લક્ષણો શું છે?
- ઉચ્ચ તાવ આવે છે
- ભૂખ ન લાગવી
- અચાનક થાકી જવું
- નબળાઈ હોવી
- શરીર પર નાના ફોલ્લીઓ
તેના રક્ષણ શું છે? કેવી રીતે બચી શકાય છે?
વર્તમાન સમયમાં ચિકનપૉક્સથી બચવા માટે વેક્સિન ઉપલબ્ધ છે. તે 12થી 15 મહિના તથા 4થી 6 વર્ષની ઉંમરે લગાવવામાં આવે છે. આ ઉપરાંત જે પુખ્તોએ હજું સુધી ચિકનપૉક્સની વેક્સિન લગાવી નથી તે ડોક્ટરની સલાહથી વેક્સિન લગાવી શકે છે. આ સંક્રમણ ચિકનપોક્સના દર્દીના સંપર્કમાં આવવાથી પણ ફેલાય છે.
માટે શક્ય બને ત્યા સુધી પ્રયત્ન કરો કે જે લોકોને ચિકનપોક્સ થયો છે તેમના સંપર્કમાં ન આવવું. આ સાથે એ વાતની પણ કાળજી રાખો કે સ્વચ્છતા પૂરી રાખવામાં આવે. હાથ તથા પગ સાબુથી સાફ કરવા. છીક આવે ત્યારે હાથ રાખો અને સેનેટાઈઝરનો ઉપયોગ કરતાં રહો.