PM Awas Yojana 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાશ યોજના માટે અરજીઓ ઓનલાઈન ભરાવાનું ચાલું જ છે. જેની છેલ્લી તારીખ 13 મે 2024 છે. કુલ 1055 ઘર બનાવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ બિલ્ડિંગો કેવા દેખાઈ રહ્યા છે અને ક્યાં છે તે અંગેની જાણકારી આજે ગુજરાતી જાગરણ તમને આપશે.
કઈ જગ્યાએ કેટલા મકાન બનશે
1). EWS-78માં ટી.પી. ૧૨૧ નરોડા હંસપુરા કઠવાડા એફપી ૧૨૯, મારુતિ વે બ્રિજ ની સામે, રોયલ રી જોઇસ-૫ ની પાછળ, નરોડા દહેગામ રોડ,અમદાવાદ-૩૮૨૩૩૦ ખાતે P+10/P+11ના 255 ઘર.
2). EWS-80માં ટી.પી. ૭૧ મૂઠીયા એફ.પી. ૫૦, સુયાસવીલા ની ગલીમાં નરોડા-દહેગામ રોડ, રિંગ રોડ પાસે , અમદાવાદ-૩૮૨૩૩૦ ખાતે P+10ના 400 ઘર.
3). EWS-81માં ટી.પી. ૩૩ ગોતા એફપી ૧૧૮ સ્વસ્તિક સ્કાઈ લાર્ક ની સામે, જગતપુર ગોતા રોડ ,અમદાવાદ-૩૮૨૪૮૧ ખાતે P+14ના 400 ઘર.
અહીં અમે તમને બતાવીશું કે સાઈટ લોકેશન કઈ જગ્યાએ છે. બલ્ડિંગ બન્યા બાદ કેવી દેખા છે અને આસપાસ રોડ કઈ રીતે છે. એક નજરથી તમને સમગ્ર સાઈટ સમજમાં આવી જશે.