Sev Puri At Home : હોળીને રંગો અને વાનગીઓનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ઘરે આવતા મહેમાનોને અનેક પ્રકારની મીઠી વાનગીઓ તૈયાર કરીને ખવડાવવામાં આવતી હોય છે. તમારા ઘરે આવતા મહેમાનો મીઠાઈ ખાઈને કંટાળી ગયા હોય તો તેમના મોંનો સ્વાદ સુધારવા માટે તેમના ભોજનમાં કંઈક મસાલેદાર બનાવો અને સર્વ કરો. ચાલો જાણીએ કે કેવી રીતે મસાલેદાર સેવ પુરી બનાવવી.
સેવ પુરી બનાવવા માટેની સામગ્રી-
- મેંદો
- સોજી
- બાફેલા છૂંદેલા બટાકા
- ઝીણી સમારેલી ડુંગળી
- ટામેટા
- મીઠું સ્વાદ મુજબ
- લાલ ચટણી
- આમલીની ચટણી
- લીલી ચટણી
- જરૂરિયાત મુજબ તેલ
- અજમા
- ચાટ મસાલા
- એક ચપટી જીરું પાવડર
- લીંબુનો રસ
સેવ પુરી બનાવવાની રીત-
સેવ પુરી બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, સોજી, મીઠું, અજમા અને તેલ નાખીને બરાબર મિક્ષ કરી લો. આ પછી, પાણી ઉમેરીને કણક તૈયાર કરો. આ લોટને રોટલીની જેમ પાથરી લો અને નાના ગોળ કટરની મદદથી નાની પુરીઓમાં કાપી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને પુરીઓ ક્રિસ્પી અને સોનેરી થાય ત્યાં સુધી તળો. હવે પુરીઓને એક પ્લેટમાં ગોઠવો, તેમાં બાફેલા મેશ બટેટા, ડુંગળી, ટામેટાં અને ત્રણેય ચટણી, સેવ, ચાટ મસાલો, મીઠું અને જીરું પાવડર ઉમેરો. છેલ્લે, લીંબુનો રસ ઉમેરો અને મહેમાનોને સેવ પુરી પીરસો.