Vastu Tips: જો તમે પણ જીવનમાં ઘણી મહેનત કરો છો પરંતુ સફળતા નથી મળતી તો તેનું એક કારણ હોઈ શકે છે તમારા ઘરમાં રહેલ વાસ્તુદોષ. કેટલાક લોકો પોતાના દૈનિક જીવનમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરે છે જેના કારણે તેમને માનસિક તણાવ અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય વાસ્તુદોષ ઘરમાં નેગેટિવ એનર્જીને પણ વધારે છે. આવી પરિસ્થિતિમાં વાસ્તુદોષનું નિવારણ જરૂરી બની જાય છે.
વાસ્તુદોષનાં નિવારણ માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે અપનાવવાથી જીવનમાં ચાલતી અનેક મુશ્કેલીઓનો અંત લાવી શકાય છે.
1. ધ્યાન રાખવું કે તમારા ઘરનું રસોડું ઈશાન કોણની તરફ હોય. આ સિવાય રસોડાની અંદર ગેસ કે ચૂલો આગ્નેય કોણમાં રાખવામાં આવે. આવું કરવાથી તમારા ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહેશે.
2. ઘરની દીવાલો પર ધનની દેવી માતા લક્ષ્મીનો ફોટો જરૂરથી લગાડવો જોઈએ. ફોટો લગાડતાં સમયે ધ્યાન રાખવું કે માતા લક્ષ્મી કમળનાં આસન પર જ વિરાજમાન હોય. ઘરમાં માં લક્ષ્મીનો ફોટો ધન-સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.
3. જો તમારા ઘરની મુખ્ય વ્યક્તિ દરરોજ ભગવાન શિવ અને ચંદ્ર દેવનાં મંત્રોનો જાપ કરે છે તો તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિનો વાસ થાય છે.
4. જો તમારા ઘરને લોકોની ખરાબ નજર લાગી ગઈ છે તો તમારા ઘરનાં મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવી શકો છો. ઘોડાની નાળનું મુખ નીચેની તરફ હોવું જોઈએ.
5. ઘરની વચ્ચો-વચ્ચ કે હોલને હંમેશા ખાલી રાખવાનો પ્રયાસ કરવો. જ્યારે આપણે ઘણાં સામાનને હોલમાં રાખઈએ છીએ ત્યારે ઘરમાં પ્રવેશ કરતી સકારાત્મક ઊર્જા અટકાઈ જાય છે.