Astrology News: વાસ્તુ શાસ્ત્ર અનુસાર કઈ દિશામાં દુકાનનો પ્રવેશ દ્વાર બનાવવો જોઈએ તેની જાણકારી આપવામાં આવી છે. એવામાં પૂર્વ અને ઉત્તર દિશા દુકાનના પ્રવેશ દ્વાર બનાવવા માટે યોગ્ય માનવામાં આવે છે. દિશાઓમાં પૂર્વ અને ઉત્તર દિશાને શુભ દિશા માનવામાં આવે છે.
જો તમારી દુકાન પૂર્વમુખી છે એટલે કે તમારા દુકાનનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે તો આ તમારા વ્યાપાર માટે ખૂબ જ સારૂ અને લાભ આપનાર માનવામાં આવે છે. તેના ઉપરાંત જો દુકાનની ઉત્તર દિશામાં પ્રવેશ દ્વાર હોય તો તેનાથી તમારી દુકાનની આવકમાં વધારો થશે અને તમારી દુકાનનું અને માર્કેટનું નામ આખા માર્કેટમાં ચમકશે અને તમારી પ્રતિષ્ઠા વધશે.
આ દિશામાં ન બનાવો દુકાનનો પ્રવેશ દ્વાર
વાસ્તુ અનુસાર પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશામાં દુકાનનો પ્રવેશ દ્વાર વ્યાપાર માટે યોગ્ય નથી માનવામાં આવતો. જો તમે પશ્ચિમ દિશામાં પ્રવેશ દ્વાર બનાવી રહ્યા છો તો તમારો બિઝનેસ ક્યારેક સારો ચાલશે તો ક્યારેક બિલકુલ ખરાબ, ક્યારેક મંદી રહેશે તો ક્યારેક તેજી.
તેના ઉપરાંત જો તમે દક્ષિણ દિશાની પસંદગી કરો છો તો આ તમારા બિઝનેસ માટે વધારે ખરાબ છે. તમારો બિઝનેસ ધીમી ગતિએ આગળ વધશે અને તને પૈસાની તંગી રહેશે. પરંતુ અહીં એક વાતનું ધ્યાન રાખો કે જો તમે આ દિશાઓની પસંદગી ખાદ્ય પદાર્થો અને મનોરંજન સેવાઓની દુકાન માટે કરો છો તો આ બન્ને દિશાઓ સારી માનવામાં આવે છે.