Inverter AC Vs Non Inverter AC : દરેક વસ્તુના કેટલાંક ફાયદા હોય છે તો કેટલાંક નુકસાન પણ જરૂરી છે. એવી જ રીતે Inverter AC અને Non Inverter AC ના કેટલાંક ફાયદા છે તો કેટલાંક નુકસાન પણ છે. જો તમે પણ આ વખતે ગરમીની સીઝનમાં ઘર માટે નવું AC ખરીદવાનું વિચારી રહ્યાં છો પરંતુ તે વાતને લઇને કંફ્યૂઝ છો કે આખરે Inverter AC લેવું કે પછી Non Inverter AC? તો આજે અમે તમારી આ કંફ્યૂઝનને દૂર કરી દઇશું.
નવું Air Conditioner ખરીદતા પહેલાં તમને Non-Inverter AC અને Inverter AC વચ્ચે ફરક શું છે અને તેને ખરીદવું તમારા માટે કેટલું ફાયદાકારક છે, આ સવાલનો જવાબ ખબર હોવી જોઇએ, નહીંતર તમારા પૈસા ડૂબી જશે.
Non-Inverter AC અને Inverter AC માંથી જલ્દી કૂલિંગ કોણ વધારે?
ઘણા લોકોના મનમાં આ સવાલ હોય છે કે આખરે Non-Inverter AC અને Inverter AC માંથી કયું AC રૂમને જલ્દી ઠંડો કરી શકે છે? સૌથી પહેલા વાત કરીએ ઇન્વર્ટર એસી વિશે, આ એસીનું કામ હોય છે કંપ્રેસરની મોટર સ્પીડને રેગ્યુલેટ કરવાનું. આ જ કારણ છે કે જ્યારે તમારો રૂમ ઠંડો થઇ જાય છે તો ઇન્વર્ટર એસી કંપ્રેસરને બંધ નથી થતવા દેતું પરંતુ કંપ્રેસર ઓછી સ્પીડે ચાલતું જ રહે છે. તેવામાં બીજી બાજુ નોન-ઇન્વર્ટર એસી બિલકુલ તેનાથી ઉલ્ટું કામ કરે છે.
કિંમત
ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર એસી તમને ઓફલાઇન અને ઓનલાઇન બંને જગ્યાએ મળી જશે પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે બંને મોડલ્સની કિંમત ઘણી અલગ છે. નોન ઇન્વર્ટર એસીની સરખામણીમાં ઇન્વર્ટર એસી માટે તમારે વધારે કિંમત ચુકવવી પડશે.
વીજળીની બચત
એસી ખરીદતી વખતે જો તમે સમજદારી નહીં બતાવો તો એસી ખરીદ્યા બાદ તોતિંગ વીજળી બિલ પણ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. નોન ઇન્વર્ટર એસી ખરીદીને તમે શરૂાતમાં તો પૈસા બચાવી શકશો પરંતુ એસી ખરીદ્યા બાદ નોન ઇન્વર્ટર એસી તમારુ વીજળીનું બિલ વધારી દેશે, કારણ કે નોન ઇન્વર્ટર એસીની સરખામણીમાં ઇન્વર્ટર એસી મોડલ્સ વીજળી ઓછી યુઝ કરે છે. વીજળીનો વપરાશ ઓછો હશે તો તેની સીધી અસર વીજળીના બિલ પર તમને સ્પષ્ટ દેખાશે.
ખરાબ થાય તો કેટલો ખર્ચ આવે?
જો ઇન્વર્ટર એસીની પીસીબી ખરાબ થાય તો તેને રિપેર કરવામાં આશરે 5 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે, તેવામાં જો આઉટડોર પીસીબી ખરાબ થઇ જાય અને તેને રિપેર કરાવવામાં ન આવે તો પાર્ટને રિપ્લેસ કરવાનો ખર્ચ બેથી ત્રણ ગણો વધી જાય છે. તેવામાં બીજી બાજુ નોન ઇન્વર્ટર એસીનો ખર્ચ ઇન્વર્ટર એસીના રિપેરિંગ અને રિપ્લેસમેન્ટ કોસ્ટથી ખૂબ જ ઓછો છે. એસી રિપેરિંગનો ખર્ચ દરેક એરિયા પ્રમાણે અલગ હોય છે. આ તેને રિપેર કરનાર પર આધારિત હોય છે કે તે ખરાબ પાર્ટને રિપેર કરે છે કે પછી નવો પાર્ટ લગાવવા માટે તમારી પાસેથી કેટલો ચાર્જ લે છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે નોન ઇન્વર્ટર એસીની સરખામણીમાં ઇન્વર્ટર એસીને રિપેર કરાવવા માટે વધારે ખર્ચ કરવો પડે છે.