IRCTC Tour Package : IRCTC મુસાફરો માટે ગોવાનું શાનદાર પેકેજ લાવ્યુ છે. આ યાત્રા પેકેજને દેખો અપના દેશ નામ આપવામાં આવ્યુ છે. આ યાત્રા પેકેજની સફર લખનઉથી શરૂ થશે. મુસાફરો આ સસ્તા પેકેજમાં મસ્ત ગોવાની ટુરની મજા માણી શકો છો. IRCTC ના ટુર પેકેજ મસ્ત હોય છે જેમાં તમે નાની-મોટી એમ દરેક વસ્તુની મજા માણી શકો છો. આમ તમે ગોવા જવાનું વિચારી રહ્યા છો તો આ ટુર પેકેજ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તો જાણો આ ટુર પેકેજમાં તમને કઇ-કઇ સુવિધાઓ મળે છે.
IRCTC દેશભર અને વિદેશમાં મુસાફરો માટે યાત્રા પેકેજ જાહેર કરે છે. આ પેકેજમાં મુસાફરો સસ્તામાં સારું ફરી શકે છે. આ સાથે લોકો ખુશ-ખુશ થઇ જાય છે. IRCTC યાત્રા પેકેજમાં મુસાફરનો દરેક સગવડો સારી મળતી હોય છે. આ સિવાય માર્ગદર્શક અને યાત્રા વીમાની સુવિધા પણ આપવામાં આવે છે.
કેટલા દિવસનું આ પેકેજ છે
આ પેકેજમાં તમે આરામથી મસ્ત રીતે આનંદ લઇ શકો છો. IRCTC નું આ પેકેજ 3 રાત અને 4 દિવસનું છે. આ પેકેજ 11 માર્ચથી શરૂ થશે. IRCTC ના પેકેજમાં મુસાફરોને ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા ફરવા મળશે. આ યાત્રા પેકેજની શરૂઆતની કિંમત 34,800 રૂપિયા છે. IRCTC ના પેકેજ વિશે તમે વધુમાં જાણવા માટે IRCTCની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ શકો છો.
આ રીતે બુક કરાવો
તમે આ પેકેજ વિશેની વધુમાં જાણકારી ફોનથી લઇ શકો છો. ગોવા એક એવું પર્યટન સ્થળ છે જે દરેક લોકો જોવા માટે ઇચ્છતા હોય છે. ઉત્તર અને દક્ષિણ ગોવા બન્ને જગ્યા પર તમે ફરવાનો આનંદ લઇ શકો છો. અહીંયા તમને ફરવાની બહુ મજા આવશે. ગોવામાં તમે સૌથી વધારે મજા બીચ પર મજા માણી શકો છો. અહીંયા તમે બાળકોને લઇને ફરવા જાવો છો તો પણ બહુ મજા પડી જાય છે. ગોવામાં તમે ફરવાની સાથે-સાથે મસ્ત શોપિંગ કરવાની મજા પણ માણી શકો છો.